GSTV
Home » News » શું તમારો ચેક બાઉન્સ થયો છે? તો સૌથી પહેલાં કરો આ કામ, થશે ફાયદો

શું તમારો ચેક બાઉન્સ થયો છે? તો સૌથી પહેલાં કરો આ કામ, થશે ફાયદો

જો ચેક બાઉન્સ થાય તો સૌ પહેલા એક મહિનાની અંદર ચેક જારી કરનારને લીગલ નોટિસ મોકલો. આ નોટિસમાં કહેવામાં આવે છે કે તેણે જે ચેક આપ્યો હતો તે બાઉન્સ થઈ ગયો છે હવે તે 15 દિવસની અંદર ચેકની રકમ તેને આપે. ચેક બાઉન્સ થવા પાછળ અનેક કારણો છે.

 જેમકે ચેક આપનારના બેંક એકાઉન્ટમાં જે રકમનો ચેક આપેલ હોય તે મુજબ રૂપિયા ના હોય અથવા તો તેના કરતા ઓછા હોય. જો કે ચેક બાઉન્સ થવા પાછળ સહી પણ એક મુખ્ય કારણ છે. ચેક જારી કરનારની સહી બેંક સાથે મેળ ના ખાતા બાઉન્સ થઈ શકે છે. ચેક બાઉન્સ થતા લીગલ નોટિસ મોકલ્યા બાદ 15 દિવસ સુધી રાહ જુઓ. જો ચેક આપનાર તે રકમની ચૂકવણી 15 દિવસમાં કરી દે તો આ કિસ્સો અંહી પતી જશે.

પરંતુ જો ચેક આપનાર નોટિસ આપવા છતાં 15 દિવસની અંદર રકમ ના આપે અથવા તો લીગલ નોટિસનો જવાબ આપવાની ના પાડે  તો તમે નિગોશિએબલ ઇંસ્ટ્રૂંમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 હેઠળ સિવિલ કોર્ટમાં કેસ ફાઈલ કરી શકો છે. કેસ કર્યા બાદ તમે કોર્ટને અપીલ કરી શકો છો ચેકની રકમનો કેટલોક હિસ્સો કોર્ટ શરૂઆતમાં જ અપાવે.  

જો તમે કેસ જીતો તો પહેલા મળેલ હિસ્સો તમારી પાસે જ રહે છે પરંતુ હારી જાવ તો જે રૂપિયા તમને કેસની શરૂઆતમાં મળ્યા હોય તો તેને વ્યાજ સાથે પાછા આપવા પડે છે. ચેક બાઉન્સ થતા તમે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી ધારા હેઠળ ક્રિમિનલ કેસ પણ કરી શકો છો. તેના માટે એ સાબિત કરવાનું હોય છે કે ચેક જારી કરનારનો હેતુ સારો નહોતો. ચેક કોઈપણ વ્યક્તિ, કંપની, સોસાયટી, સંસ્થા કે પછી ટ્રસ્ટ પણ જારી કરી શકે છે.

READ ALSO

Related posts

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

Bansari

ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!