GSTV

ટીઆરએસના ધારાસભ્યની મોદી સરકારે રદ કરી દીધી નાગરિકતા, પૂર્વ રાજ્યપાલના છે ભત્રીજા

Last Updated on November 21, 2019 by Mansi Patel

તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ધારાસભ્ય ચિન્નમેની રમેશની નાગરિકતા કેન્દ્ર સરકારે રદ કરી નાંખી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યુ હતુ કે, નાગરિકતા અધિનિયમ 1955ની ધારા 10 હેઠળ તેમની નાગરિકતા ખતમ કરવામાં આવે છે.જોકે રમેશ રાજકારણમાં છેલ્લા 15 વર્ષથી છે.15 વર્ષથી તેઓ તેલંગાણામાં વેમુલવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે.તેઓ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી વિદ્યાસાગરના ભત્રીજા પણ છે.

રમેશ 1990ના દાયકાની શરુઆતમાં રોજગારી માટે જર્મની ગયા હાત.જ્યાં તેમણે 1993માં જર્મન નાગરિકતા પ્રાપ્ત કરી હતી.એ દરમિયાન તેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.જ્યારે તેઓ 2008માં ભારત પાછા ફર્યા ત્યારે તેમણે ફરી ભારતની નાગરિકતા મેળવવા માટે આવેદનપત્ર આપ્યુ હતુ.એ પછી ગૃહ મંત્રાલયે તેમને નાગરિકતા આપી હતી.2009ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા.જોકે નાગરિકતા સબંધી નિયમ એવો છે કે, ભારતીય નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ અરજી કર્યાની જે તારીખ હોય તેનાથી ઓછામાં ઓછા 12 મહિના પહેલાથી ભારતમાં રહેવુ જરુરી છે.

રમેશની સામે ચૂંટણી લડનારા સ્થાનિક નેતા આદિ શ્રીનિવાસે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી કે, રમેશ હજી પણ જર્મન પાસપોટ્ટ ધરાવે છે અને તેમણે નાગરિકતા માટે અરજી કરી તે પહેલાના 12 મહિનામાં તેઓ જર્મની પણ જતા રહ્યા હતા.એ પછી ગૃહ મંત્રાલયની સમિતિએ મામલાની તપાસ કરીને તારણ કાઢ્યુ છે કે, રમેશે તથ્યો છુપાવીને ભારતની નાગરિકતા મેળવી છે.2017માં જ આમ તો તેમની નાગરિકતા રદ કરાઈ હતી પણ તેમણે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો.2018માં તેઓ ફરી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બન્યા હતા.હાઈકોર્ટે આ મામલાને ફરી ગૃહ મંત્રાલય પાસે મોકલી આપ્યો હતો.જોકે ગૃહ મંત્રાલયે તેમની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો છે.જોકે રમેશે ફરી આ મામલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

READ ALSO

Related posts

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!