GSTV

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યુ છે. પ્રથમ બેટીંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ખોઈને 172 રન બનાવ્યા હતા. તથા ચેન્નઈને જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતા માટે નીતીશ રાણાએ સૌથી વધુ 87 રન ફટકાર્યા હતા. જ્યારે જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ખોઈને 178 રન બનાવી લીધા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન ઋતુરાજ ગાયકવાડે 72 રન બનાવ્યા હતા.

કોલકાતાએ 173 રનનો ટાર્ગેટ આપ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 172 રન કર્યા હતા. નાઈટ રાઈડર્સ માટે ઓપનર નીતીશ રાણાએ લીગમાં પોતાની 11મી ફિફટી ફટકારતા 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સની મદદથી 87 રન કર્યા હતા. તેના સિવાય શુભમન ગિલે 26 અને દિનેશ કાર્તિકે 21 રનનું યોગદાન આપ્યું હતું. જો કે, અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતાં. ચેન્નાઈ માટે લુંગી ગિડીએ 2 વિકેટ, જ્યારે મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માએ 1-1 વિકેટ લીધી હતી.

કોલકાતાની પ્લેઈંગ-11:

શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિન્કુ સિંહ, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી

ચેન્નાઈની પ્લેઈંગ-11:

ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, લુંગી ગિડી અને કર્ણ શર્મા.

READ ALSO

Related posts

જેલમાં બંધ આસારામે જામીન માટે કોર્ટમાં કરી આજીજી, કહ્યું-80 વર્ષનો વૃદ્ધ છુ, અરજી સ્વિકાર કરો

Pravin Makwana

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!