GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

ધોનીનો ધમાકો ચેન્નઈની સતત ત્રીજી જીત,RR ને 8 રનથી હરાવ્યું

ચેન્નઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડીયમમાં આઈપીએલની 12મા સિઝનનો 12મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગસ વચ્ચે રમાયો હતો.

જેમાં ટોસ હારીને પ્રથમ બેટીગમાં કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગસની ટીમે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.જેમાં ચેન્નઈ સુપરકિંગસનાં મહેન્દ્ર સિહં ધોનીએ 75 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. અને રૈનાએ 36 રનની ફાળો આપ્યો હતો.

ચેન્નઈ સુપરકિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનીંગની બીજી ઓવરમાં ચેન્નઈની પહેલી વિકેટ પડી હતી.અંબાતી રાયડુ જોફ્રા આર્ચરે વિકેટ કીપર જો બટલરનાં હાથે કેચ આઉટ કરાવ્યા.ત્યાર પછી રાજસ્થાનના બેન સ્ટોક્સે વોટ્સને થર્ડ મેન પર આર્ચરે કેચ આઉટ કર્યા હતા. ત્રીજી વિકેટ 5મી ઓવરમાં કેદાર જાઘવની પડી હતી.14મી ઓવરમાં ચેન્નઈએ સુરેશ રૈનાની વિકેટ પડી પડી. ધોનીના 75 રન બદલ 175 રનનો સન્માનજનક સ્કોર બન્યો હતો.

ચેન્નઈનાં 176 રનનાં લક્ષ્યાંક પીછો કરવા મેદાન પર ઉતરેલી રાજસ્થઆન રોયલની ટીમને શરૂઆતમાં જ મોટા ઝાટકા લાગ્યા હતા. જેમાં રહાણેની ટીમે ફ્કત 14 રનમાં ત્રણ વિકેટ ખોઈ દીધી હતી. ઓપનીગ બેટ્સમેન અંજિક્ય રહાણે શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ વિસ્ફોટક બેટસ્મેન સંજુ સેમસંન 8 રન બનાવીને આઉટ થયા. ત્રીજી ઓવર માં દિપક ચહરને રૈના એ કેચ આઉટ કર્યા અને તે પછીનાં બોલે જોસ બટલર ફક્ત 6 રન બનાવીને આઉટ થયા હતા. આમ એક પછી એક RRની વિકેટ પડી હતી.

RRનાં રાહુલ ત્રિપાઠી અને સ્ટીવ સિમ્થએ બેટીગ સંભાળી હતી. બન્ને બેટસમેનોએ 61 રનની પાર્ટનરશીપ બનાવીને ટીમને સારી સ્થિતીમાં પહોચાડી હતી.10મી ઓવર નાં છેલ્લા બોલે રાહુલ ત્રિપાઠી 39 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ સ્ટિવ સ્મિથ 28 રન બનાવીને ઈમરાન તાહીરે 14મી ઓવરમાં આઉટ કર્યા,16 ઓવર પછી રાજસ્થાનને 23 બોલ પર 56 રનની જરૂર હતી. ત્યારે બેન સ્ટ્રોકે 26 બોલ પર ધમાકેદાર 26 બોલ પર ધમાકેદાર 46 રનની બેટીગ કરી પરંતુ 19મી ઓવરમાં બ્રેવોએ તેમને આઉટ કર્યા, ત્યાર પછી 19મી ઓવરની 5માં બોલે શ્રેયસ ગોપાલ આઉટ થયા.આમ રાજસ્થાન રોયલ્સની ટીમ જીત સુધી પહોચી પરંતુ 8 રનથી હારી ગઈ હતી.

READ ALSO

Related posts

સૌથી વધુ કમાણીમાં રોજર ફેડરરે ફૂટબોલ સ્ટાર મેસ્સીને પાછળ રાખી દીધો

Mansi Patel

ચેસ ગ્રાન્ડમાસ્ટ વિશ્વનાથન ભારત પરત ફરશે, આ કારણે ત્રણ મહિનાથી ફસાયા હતા જર્મનીમાં

Ankita Trada

શાહિદ આફ્રિદીનો દાવો: આ ભારતીય ક્રિકેટર ટ્રેનિંગ લેવા પાકિસ્તાન આવ્યો હતો, મારા ઘરે ત્રણ મહિના રોકાયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!