GSTV
Gujarat Government Advertisement

ધોની અને ફ્લેમિંગે કહ્યું કે યુવાનોને તક આપશે ચેન્નાઈ સુપર કિંગ્સ

Last Updated on October 21, 2020 by Mansi Patel

ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગ અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી મેચોમાં તેમની ટીમમાં પરિવર્તન લાવવાની કોશિશ કરશે પરંતુ હજી સુધી કોઈ ભારતીય ખેલાડીમાં જરૂરી ઉત્સાહ જોવા મળ્યો નથી.

સુપર કિંગ્સની ટીમ 10 મેચમાં ફક્ત ત્રણ વિજય સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે અને પ્લે ઓફમાં સ્થાન મળવાની તેમની આશા લગભગ પૂરી થઈ ગઈ છે. ટીમ તેની આગામી મેચ 23મી ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમશે.

જ્યારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટે થયેલા પરાજય બાદ ફ્લેમિંગને પૂછવામાં આવ્યું કે સમાન ટીમને રમાડવાની નીતિ બદલાશે, ત્યારે તેણે કહ્યું, ‘હા, મને લાગે છે કે આ યોગ્ય સમય છે અને અમે તેને બદલી રહ્યા છીએ.’ વર્તમાન સિઝનમાં ત્રણ વખતના ચેમ્પિયન સુપર કિંગ્સના નબળા પ્રદર્શનથી ટીમના વલણ પર સવાલો ઉભા થયા છે અને ધોનીએ એમ કહીને તેનો બચાવ કર્યો કે, હજી સુધી કોઈ યુવા ખેલાડીએ કંઇક અલગ નથી કર્યું કે ન તો કોઈ ઉત્સાહ દેખાડ્યો છે કે અમે તેને તક આપી શકીએ.

ધોનીએ મેચ બાદ કહ્યું કે તમે વારંવાર બદલાવ કરવા નથી ઇચ્છતા. અમે નથી ઈચ્છતા કે ડ્રેસિંગ રૂમમાં અસલામતીની લાગણી ફેલાય. અમે યુવા ખેલાડીઓમાં તે ચમક જોઈ જ નથી કે તેને ટીમમાં લેવા માટે અમારે મજબૂર થવું પડે. તેણે કહ્યું હતું કે પરંતુ આ પરિણામોના કારણે યુવાનોને બાકીની ટૂર્નામેન્ટમાં તક આપવામાં આવશે. કદાચ આગામી મેચોમાં અમે તેમને એક તક આપીશું અને તેઓ દબાણ વિના રમી શકશે. ફ્લેમિંગે કહ્યું હતું કે રોયલ્સના સ્પિનરોની શાન્દારી બોલિંગના કારણે અમે લય પ્રાપ્ત કરી શક્યા નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસાકસીનો જંગ: આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, સાઉધમ્પટનમાં બપોરે 3-00થી મેચનો પ્રારંભ

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!