GSTV

પરિણામની ચિંતા કર્યા વિના જ રમતની મજા માણવી જોઇએ : ધોની

ધોની

Last Updated on October 27, 2020 by pratik shah

રોયલ ચેલેજર્સ બેંગલોર સામેની આઇપીએલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો શાનજાર વિજય થયો હતો. આ વિજય ત્યારે થયો જ્યારે ચેન્નાઈની ટીમ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી અને હવે તો નક્કી થઈ ગયું છે કે ચેન્નાઈ માટે કોઈ તક રહી નથી. જોકે મેચ બાદ તેના સુકાની ધોનીએ કહ્યું હતું કે ખેલાડીઓએ પરિણામની ચિંતા કર્યા વિના બસ ક્રિકેટની મજા માણવી જોઇએ.

ચેન્નાઈ ધોની

ચેન્નાઇ માટે સૌથી ખરાબ આઇપીએલ 2020

આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યંત ખરાબ રહી છે. પહેલી વાત તો એ રહી કે ચેન્નાઈની ટીમ 2008થી રમી રહી છે અને પહેલી વાર તે પ્લે ઓફમાં પણ પ્રવેશી શકી નથી. અગાઉની તમામ સિઝનમાં તે લીગ રાઉન્ડને અંતે ટોપ-4માં જ રહી હતી જેની સામે આ વખતે તે છેલ્લા એટલે કે આઠમા ક્રમે રહી છે.

બેંગ્લોર સામેની મેચ અમારા માટે સંતોષજનક

ધોનીએ જણાવ્યું હતું કે બેંગલોર સામેની મેચ અમારા માટે ખૂબ સરસ રહી હતી. અમે પ્લાન મુજબ જ રમ્યા અને એ જ મુજબ મેચ આગળ ધપતી ગઈ હતી. અમે સતત વિકેટો ખેરવતા રહ્યા અને બેંગલોરની મજબૂત બેટિંગ હરોળને હંફાવવામાં અમારા સ્પિનર્સ સહિતના બોલર્સ સફળ રહ્યા હતા. આમ અમારા માટે આ મેચ ખૂબ સંતોષજનક રહી હતી. હકીકતમાં તો અમે હવે ટુર્નામેન્ટમાથી બહાર થઈ ગયા છીએ તેમ છતાં મારે કહેવું જોઇએ કે અમારા ખેલાડીઓએ બાકી રહેલી મેચોમાં પરિણામની ચિંતા કર્યા વિના જ આ રમતને માણવી જોઇએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

First Picture / વિરાટ કોહલીની દીકરીની પહેલી ઝલક, મેચ દરમિયાન અનુષ્કા સાથે દેખાઈ વામિકા

GSTV Web Desk

ICC U19 World Cup: ભારતે યુગાંડાને 326 રનથી હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

Bansari

Breaking / BCCIએ જાહેર કર્યો વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટી20 સીરીઝનો કાર્યક્રમ, અમદાવાદ અને કોલકાતાના સ્ટેડિયમમાં રમાશે મેચો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!