GSTV

IPL 2019: આજથી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ કાર્નિવલ,ધોની-કોહલી વચ્ચે મેગા વૉર

Last Updated on March 23, 2019 by Mayur Vora

વન ડેના વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યું છે, ત્યારે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર્સ આજથી શરૃ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનના મેગા મુકાબલામાં વ્યસ્ત બની જશે. ૫૮ દિવસ ચાલનારી આઇપીએલમાં ૮ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે કુલ ૬૦ મુકાબલા ખેલાશે, જે પછી નવા ચેમ્પિયનનો ચહેરો દુનિયાની સામે આવશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ટાઈટલ જાળવી રાખવા માટે હોટફેવરિટ મનાય છે. જોકે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ, કોહલીની બેંગ્લોરની ટીમ તેમજ દિનેશ કાર્તિકની કોલકાતા તેમજ વિલિયમસનની હૈદરાબાદની ટીમ પણ ચેમ્પિયન બનવા માટે ફેવરિટ મનાય છે.

IPL

રહાણેની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સ, અશ્વિનની કેપ્ટન્સી હેઠળની કિંગ્સ ઈલેવન પંજાબ તેમજ ઐયર જેવા યુવા કેપ્ટનના માર્ગદર્શન હેઠળની દિલ્હીની ટીમ આ સિઝનમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવાના ઈરાદા સાથે ઉતરવાની તૈયારી કરી રહી છે. 

બેંગ્લોરના એમ.એ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રાત્રે ૮.૦૦ વાગ્યાથી ધોનીની ચેન્નાઈ અને કોહલીની બેંગ્લોર ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. આ સાથે આઇપીએલની ૧૨મી સિઝનનો આગાઝ થઈ જશે. ક્રિકેટ વિશ્વની સૌથી આકર્ષક અને ખેલાડીઓને કરોડોની કમાણી કરી આપતી ઈન્ડિયન પ્રીમિયર લીગ પર દુનિયાભરની નજર રહેશે. આવનારા આશરે બે મહિના જેટલા સમયમાં ટ્વેન્ટી-૨૦ના ટોચના સ્ટાર્સન પર્ફોમન્સ પર બધાની નજર રહેશે. જોકે ટીમ ઈન્ડિયા સહિતના દુનિયાના ખેલાડીઓ આઇપીએલમાં રમીને વર્લ્ડકપની તૈયારી કરશે. જેના કારણે આ વખતે આઇપીએલમાં કેટલાક ખેલાડીઓ ન રમે કે કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આઇપીએલનું સાદાઈથી ઉદ્ઘાટન : રૃા. ૨૦ કરોડ ડોનેટ કરાશે

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે તેમના માનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉદ્ઘાટન સમારંભ રદ કરી દીધો હતો અને તેની રકમ શહીદોના પરીવારજનોને આપવાની જાહેરાત કરી હતી. જેના પરીણામે આ વખતે આઇપીએલમાં કોઈ રંગારંગ કે સંગીતમય ઉદ્ઘાટન સમારંભ જોવા નહી મળે.

આઇપીએલના ઉદ્ઘાટન પાછળ આ વખતે આશરે ૨૦ કરોડ જેટલી રકમનો ખર્ચ થવાનો હતો. આ રકમ બીસીસીઆઇએ શહીદોના પરીવારો માટે દાન કરવાનો નિર્ણય લીધો છે. આઇપીએલના ઉદ્ઘાટનમાં ધોની અને કોહલીની હાજરી હશે, તેની સાથે સાથે સેનાની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ હાજર રહેશે અને તેમને આ દરમિયાન જ આશરે રૃપિયા ૨૦ કરોડનો ચેક એનાયત કરવામાં આવશે. 

વર્લ્ડકપની અસર જોવા મળશે : સ્ટાર્સને આરામ અપાઈ શકે

આઇપીએલની બે મહિનાની ટુર્નામેન્ટ બાદ તરત જ ઈંગ્લેન્ડની ભૂમિ પર વર્લ્ડકપ રમવાનો છે અને તેની અસર આ વખતની આઇપીએલમાં જોવા મળશે તે નક્કી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે તો કરોડોનો ખર્ચો કરતી ફ્રેન્ચાઈઝીને ફાયદો કરાવતા ફિટનેસ અને આરામની જવાબદારી ખેલાડીઓ પર ઢોળી દીધી છે.

હવે ખેલાડી ટીમ મેનેજમેન્ટ કે ફ્રેન્ચાઈઝીના નિર્ણયની વિરૃદ્ધ જઈને આરામ માગી શકે છે કે નહિ, તે જોવાનું રહેશે. કોહલી, ધોની તેમજ રોહિત શર્મા જેવા સુપરસ્ટાર્સને કેટલીક મેચોમાં આરામ આપવામાં આવશે તે નક્કી લાગી રહ્યું છે. જોકે ટીમમાં સ્થાન મેળવવા માટે ઇચ્છતા યુવા સંભવિતોને આરામ અપાય છે કે, નહિ તે જોવાનું રહેશે. વધુમાં ખેલાડીઓને ઈજાનું જોખમ રહેશે.

ભારતના ચોથા ક્રમના બેટ્સમેનની સમસ્યા ઉકેલાશે ?

ઈન્ડિયન પ્રીમિયર લીગના ફોર્મની અસર ભારતની વર્લ્ડકપ ટીમના સિલેક્શન પર નહી થાય તેવી સ્પષ્ટતા કોહલી કરી ચૂક્યો છે. આમ છતાં આઇપીએલમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને સીધી જ  વર્લ્ડકપની ટિકિટ આપી દેવામાં આવે તો નવાઈ નહી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની હાર બાદ ભારતીય બેટીંગ ઓર્ડરમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે કોને પસંદ કરવો તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. હવે આ સમસ્યા ઉકેલવા માટે પસંદગીકારો આઇપીએલના દેખાવ પર મીટ માંડીને બેઠા છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!