GSTV
Gujarat Government Advertisement

IPL 2019: ફાઇનલમાં પહોંચવા માટે આજે ખરાખરીનો જંગ, પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઇ-મુંબઇ આમને-સામને

Last Updated on May 7, 2019 by Bansari

૪૫ દિવસ, ૫૬ મુકાબલા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨ હવે અંતિમ તબક્કા તરફ આવી પહોંચી છે.  આવતીકાલથી શરૃ થનારા પ્લે ઓફ્ રાઉન્ડમાં ચાર ટીમ વચ્ચે ખરાખરી-બરાબરીનો જંગ ખેલાશે. લીગ રાઉન્ડમાં ટોચના સ્થાને રહેલી મુંબઇ ઇન્ડિયન્સ અને બીજા સ્થાનની ચેન્નાઇ સુપર કિંગ્સ આવતીકાલે ચેન્નાઇ ખાતે ‘ક્વોલિફાયર-૧’માં  ટકરાશે. આ મુકાબલામાં વિજય મેળવનારી ટીમ રવિવારની ફાઇનલની ‘ટિકિટ’ બૂક કરી લેશે. બીજી તરફ પરાજીત ટીમને શુક્રવારે ‘ક્વોલિફાયર-૨’માં રમીને ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે. પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનની દિલ્હી કેપિટલ્સ અને ચોથા સ્થાનની સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે બુધવારે ‘એલિમિનેટર’ ખેલાશે. આ મુકાબલામાં હારનારી ટીમના પડકારનો અંત આવશે જ્યારે વિજેતા ટીમ આવતીકાલની પરાજીત ટીમ સામે શુક્રવારે ‘ક્વોલિફાયર-૨’માં ટકરાશે.

ચેન્નાઇ સુપર કિંગ્સને હવે બાકીના મુકાબલામાં મિડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવ વિના જ રમવું પડશે. કેદાર જાધવ ખભાને ઈજાને કારણે બહાર થઇ ગયો છે અને આવતીકાલના મુકાબલા માટે તેના સ્થાને ધુ્રવ શોરેને સામેલ કરવામાં આવી શકે છે. ચેન્નાઇના ટોપ ઓર્ડરનો દેખાવ અસાતત્યપૂર્ણ રહ્યો છે અને મિડલ ઓર્ડરની જવાબદારી એમએસ ધોનીના ખભા ઉપર રહેશે. બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સની સરખામણીએ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ વધારે સંતુલિત છે. આ વખતે લીગ રાઉન્ડના બંને મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો. આમ, આવતીકાલના મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સ વિજય માટે હોટફેવરિટ રહેશે.

સંભવિત ટીમ ઃ મુંબઇ ઇન્ડિયન્સ ઃ ક્વિન્ટોન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડયા, કુણાલ પંડયા, કેરોન પોલાર્ડ, રાહુલ ચહર, મિચેલ મેકક્લેન્ઘાન, લસિત મલિંગા, જસપ્રિત બુમરાહ. ચેન્નાઇ સુપર કિંગ્સ ઃ ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન), ધુ્રવ શોરે, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, હરભજન સિંહ/મોહિત શર્મા, દીપક ચહર, ઇમરાન તાહિર.

શેન વોટ્સનનું ફોર્મ ચિંતાજનક

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ઓપનર શેન વોટ્સનનું ફોર્મ ચિંતાજનક છે. વોટ્સને વર્તમાન સિઝનમાં ૧૪ ઇનિંગ્સમાં ૧૮.૪૨ની એવરેજથી માત્ર ૨૫૮ રન નોંધાવ્યા છે અને તેમાં સર્વોચ્ચ સ્કોર ૯૬ છે. શેન વોટ્સનને સ્થાને મિચેલ સેન્ટનર અને કેદાર જાધવને સ્થાને મુરલી વિજયને સમાવવા અંગે ચેન્નાઇ સુપર કિંગ્સનું ટીમ મેનેજમેન્ટ વિચારી શકે છે.

ચેન્નાઇમાં ‘લો સ્કોરિંગ’  મેચ બની રહેશે

લીગ રાઉન્ડના મુકાબલા પર નજર કરવામાં આવે તો ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તોતિંગ સ્કોર જોવા મળ્યા નથી. ચેપોકની ધીમી પિચ પર સ્પિનરોનો દબદબો  રહ્યો છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઇ ખાતે ૭૦નો લોએસ્ટ સ્કોરનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે જ્યારે ૧૭૯ સાથે હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ ચેન્નાઇને નામે છે, જે તેણે દિલ્હી કેપિટલ્સ સામે ખડક્યા હતા.

લીગ રાઉન્ડના બંને મુકાબલામાં મુંબઇનો ચેન્નાઇ સામે વિજય

૩ એપ્રિલ, મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સ : ૨૦ ઓવરમાં ૧૭૦/૫(સૂર્યકુમાર ૫૯, કૃણાલ પંડયા ૪૨, તાહિક ૪-૦-૨૫-૧), ચેન્નાઇ સુપર કિંગ્સ : ૨૦ ઓવરમાં ૧૩૩/૮(કેદાર જાધવ ૫૮,  હાર્દિક પંડયા : ૪-૦-૨૦-૩). મુંબઇ ઇન્ડિયન્સનો ૩૭ રને વિજય.

૨૬ એપ્રિલ, ચેન્નાઇ : મુંબઇ ઇન્ડિયન્સ ઃ ૨૦ ઓવરમાં ૧૫૫/૪(રોહિત શર્મા ૬૭, સેન્ટનર ૪-૦-૧૩-૨), ચેન્નાઇ સુપર કિંગ્સ : ૧૭.૪ ઓવરમાં ૧૦૯ (મલિંગા ૩.૪-૦-૩૭-૪). મુંબઇ ઇન્ડિયન્સનો ૪૬ રને વિજય.

ચેન્નાઇને બીજું સ્થાન ફળશે કે મુંબઇ માટે ફરી યોગાનુયોગ?

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે બીજા સ્થાન સાથે લીગ રાઉન્ડની સમાપ્તિ કરી છે. અગાઉની આઇપીએલ પર નજર કરવામાં આવે તો ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ૨૦૧૧, ૨૦૧૮માં આઇપીએલમાં બીજા સ્થાને આવી છે અને આ બંને વખત તે ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. બીજી તફફ મુંબઇ ઇન્ડિયન્સ ૨૦૧૩, ૨૦૧૫ અને ૨૦૧૭ એમ એક-એક વર્ષ છોડીને આઇપીએલમાં ચેમ્પિયન બનતી આવી છે. આમ, હવે ૨૦૧૯ના વર્ષમાં પણ મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનવાનો યોગનુયોગ સર્જી શકે છે કે કેમ તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

આઇપીએલ : અગાઉની ટોપ-૪ ટીમ

૨૦૦૮ : રાજસ્થાન, પંજાબ, ચેન્નાઇ, દિલ્હી.

૨૦૦૯: દિલ્હી, ચેન્નાઇ, બેંગલોર, ડેક્કન.

૨૦૧૦: મુંબઇ, ડેક્કન, ચેન્નાઇ, બેંગલોર.

૨૦૧૧: બેંગલોર, ચેન્નાઇ, મુંબઇ,કોલકાતા.

૨૦૧૨: દિલ્હી, કોલકાતા, મુંબઇ, ચેન્નાઇ.

૨૦૧૩: ચેન્નાઇ, મુંબઇ, રાજસ્થાન, સનરાઇઝર્સ.

૨૦૧૪: પંજાબ, કોલકાતા, ચેન્નાઇ, મુંબઇ.

૨૦૧૫: ચેન્નાઇ, મુંબઇ, બેંગલોર, રાજસ્થાન.

૨૦૧૬: ગુજરાત, બેંગલોર, સનરાઇઝર્સ, કોલકાતા.

૨૦૧૭: મુંબઇ, પૂણે, સનરાઇઝર્સ, કોલકાતા.

૨૦૧૮: સનરાઇઝર્સ, ચેન્નાઇ, કોલકાતા, રાજસ્થાન.

આઇપીએલ-૧૨ : આગામી મુકાબલા

તારીખ મેચ    સ્થળ   સમય

૭ મે   મુંબઇ વિ.ચેન્નાઇ       ચેન્નાઇ સાંજે ૭ઃ૩૦

૮ મે   દિલ્હી વિ. સનરાઇઝર્સ વિશાખાપટનમ        સાંજે ૭ઃ૩૦

૧૦ મે  ક્વોલિફાયર-૨ વિશાખાપટનમ        સાંજે ૭ઃ૩૦

૧૨ મે  ફાઇનલ        હૈદરાબાદ      સાંજે ૭ઃ૩૦

૧૨ પોઇન્ટ ધરાવતી ટીમ પ્રથમવાર પ્લેઓફમાં

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૧૨ પોઇન્ટ સાથે પ્લે ઓફમાં પ્રવેશ  કર્યો છે. આમ, આઇપીએલના ૧૧ વર્ષના ઈતિહાસમાં ૧૨ પોઇન્ટ ધરાવતી ટીમે પ્લે ઓફમાં પ્રવેશ કર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે. રસપ્રદ રીતે આ વખતે મુંબઇ-ચેન્નાઇ-દિલ્હી એમ ત્રણ ટીમોના ૧૮, સનરાઇઝર્સ-કોલકાતા-પંજાબ એમ ત્રણ ટીમના ૧૨ જ્યારે રાજસ્થાન-બેંગલોર એમ બે ટીમના એક સમાન ૧૧ પોઇન્ટ છે.

chennai vs kkr

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!