GSTV

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Last Updated on September 19, 2021 by Zainul Ansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ના બીજા તબક્કાનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. આ સિઝનની બાકીની તમામ મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રમાશે. ટુર્નામેન્ટના બીજા ભાગની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 20 રને હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે મુંબઈને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IPLના બીજા તબક્કાની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ માટે નિરાશાજનક રહી. મુંબઈ ઇન્ડિન્ય આજે રમાયેલી મેચ 20 રનથી હારી ગઈ. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોએ 20 ઓવરમાં 136 રન કર્યા. આ મેચમાં કાયરન પોલાર્ડ મુંબઈનો કેપ્ટન હતો. આ મેચ જીત્યાની સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોઇન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. ડ્વેન બ્રાવોએ શાનદાર બોલિંગ કરતા મુંબઈના ત્રણ બેટ્સમેનોને પવેલિયન ભેગા કર્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ રન સૌરભ તિવારી (50)એ કર્યા.

આઈપીએલ 14નો બીજો ભાગ આજથી દુબઈમાં શરૂ થયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની સારી શરૂઆત સારી નહતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની હાલત પાવરપ્લેમાં જ ખૂબ જ ખરાબ હતી. મુંબઈના ફાસ્ટ બોલરની જોડી ટ્રેન્ટ બોલ્ટ અને એડમ મિલને પ્રથમ 6 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. બંને બોલરોને 2-2 વિકેટ મળી હતી. જોકે બાદમાં ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ્સ સંભાળી લીધી હતી.

Read Also

Related posts

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!