GSTV

બળાત્કારનો ખોટો કેસ કરી છોકરાને ફસાવવું છોકરીને પડ્યું ભારે, ચેન્નઈની કોર્ટે 15 લાખ વળતર ચૂકવવા છોકરીને કર્યો આદેશ

હાઇકોર્ટ

Last Updated on November 21, 2020 by Karan

ઘણી વખત યુવક યુવતીને પ્રેમ સંબંધ હોય અને તે ઓછો થાય અને છૂટા પડે તો બળાત્કારના કેસો કરી ખોટી રીતે ફસાવવામાં આવતા હોય છે. આવી જ એક ઘટનામાં ચેન્નઈની એક અદાલતે બળાત્કારના ખોટા કેસમાં ફસાયેલી વ્યક્તિને વળતર રૂપે 15 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વળતર મેળવનાર વ્યક્તિની તેની કોલેજના દિવસોમાં બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને સાત વર્ષથી વધુ સમય સુધી તેને ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો. વળતરની આ રકમ કથિત પીડિત અને તેના પરિવારજનોને ચૂકવવાની રહેશે.

છોકરી અને માતાપિતાએ વળતર ચૂકવવું પડશે

સંતોષ નામના આ શખ્સના કેસમાં એવું બહાર આવ્યું છે કે જે છોકરીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તેની બાળકીના ડીએનએ સંતોષના ડીએનએ મળતા નથી. ત્યારબાદ સંતોષે યુવતી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવા બદલ કેસ કર્યો હતો. સંતોષે કહ્યું કે ખોટા દુષ્કર્મના આરોપોથી તેની કારકિર્દી અને જીવન બરબાદ થઈ ગયું. આંશિક રૂપથી તેની અરજીને મંજૂરી આપતા ચેન્નઈની અદાલતે આરોપ લગાડનારી યુવતી અને તેના માતાપિતાને આદેશ આપ્યો કે તેઓ સંતોષને 15 લાખ રૂપિયા વળતર ચૂકવી દે.

તેણે 30 લાખ રૂપિયાના નુકસાનની માંગ કરી હતી

સંતોષે યુવતી, તેના માતાપિતા અને કેસની તપાસ કરી રહેલા સચિવાલય કોલોની પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી વળતર રૂપે રૂપિયા 30 લાખની માંગ કરી હતી. સંતોષના વકીલ એ સિરાજુદ્દીને જણાવ્યું હતું કે તેના ક્લાયન્ટ અને તેના પરિવાર તેમજ મહિલાનો પરિવાર પડોશી હતા. તેઓ એક જ સમુદાયના હતા.

સંપત્તિના વિવાદ બાદ પરિવાર અલગ રહેવા લાગ્યો હતો

બંને પરિવારો વચ્ચે વાતચીત બાદ સંમતિ થઈ હતી કે સંતોષ આ સ્ત્રી સાથે લગ્ન કરશે. જોકે, બાદમાં બંને પરિવારો વચ્ચે સંપત્તિનો વિવાદ થયો હતો. આ પછી સંતોષ અને તેનો પરિવાર ચેન્નઈમાં જ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયો. સંતોષે એન્જિનિયરિંગ કોલેજમાં બીટેકમાં એડમિશન લઈને અભ્યાસ ચાલુ કર્યો હતો. પછી એક દિવસ છોકરીની માતા સંતોષના ઘરે પહોંચી અને તેણે સંતોષના માતા-પિતાને કહ્યું કે સંતોષે તેમની બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને લઈને તે ગર્ભવતી બની છે. યુવતીના સબંધીઓએ સંતોષના પરિવારજનોએ તેમના લગ્નની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

95 દિવસ જેલમાં વિતાવ્યા બાદ જામીન પર મળી મુક્તિ

જ્યારે સંતોષે લગ્ન કરવાની ના પાડી ત્યારે યુવતીના સબંધીઓએ તેની સામે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો. અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 95 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને 12 ફેબ્રુઆરી, 2010 ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

બાળકીના ડીએનએ ટેસ્ટ બાદ કોર્ટે તેને નિર્દોશ છોડ્યો

આ સમય દરમિયાન કથિત પીડિત યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. સંતોષની માંગ પર બાળકીનું ડીએનએ ટેસ્ટ કરાવાયું હતું, ત્યારબાદ તે સાબિત થયું કે સંતોષ તે છોકરીનો પિતા નથી. ચેન્નઈની મહિલા અદાલતે 10 ફેબ્રુઆરી, 2016 ના રોજ બળાત્કારના આરોપમાંથી સંતોષને નિર્દોષ જાહેર કર્યો હતો. સંતોષે નુકસાન માટે દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ કેસ માટે તેણે 2 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે. તેને કમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળી શક્યું નહીં અને ઓફિસ સહાયક તરીકે કામ કરવાની ફરજ પડી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!