GSTV

આઇપીએલમાં ચેન્નાઈનું વર્ચસ્વ રહ્યું છે પણ એક વાતમાં પાછળ પડી ગઈ છે, જાણો હકીકત

ધોની

Last Updated on August 5, 2020 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વચ્ચે કોરોના વાયરસ આવી ગયો હતો અને તેને કારણે લગભગ સાડા ચાર મહિના સુધી આ ટુર્નામેન્ટ સ્થગિત કરી દેવાઈ હતી પરંતુ હવે તેની ઉપરથી અનિશ્ચિતતાના વાદળો હટી ગયા છે. 19મી સપ્ટેમ્બરથી આઇપીએલનું આયોજન યુનાઇટેડ આરબ અમિરાતના મેદાનો પર થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ માટે હવે તડામાર તૈયારી કરી રહ્યું છે. તેમાં ભાગ લેનારી તમામ ટીમોએ હવે તેની તૈયારી આરંભી દીધી છે.

જોકે આઇપીએલનું આયોજન વિદેશમાં થાય તે કદાચ તેની સૌથી સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને માફક નહીં આવે. ના, ના ચેન્નાઈ તેનો વિરોધ કરી રહ્યું છે તેનો કહેવાને મતલબ નથી પરંતુ વાત કાંઈક અલગ જ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં આ ટીમે જોરદાર સફળતા હાંસલ કરેલી છે. હકીકતમાં મુંબઈ ઇન્ડિયન્સ ((109) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (100) આ બે જ ટીમ એવી છે જે આ મેગા ટી20 લીગમાં 100 કરતાં વધારે મેચ જીતી ચૂકી છે પણ હકીકતમાં એ પણ છે કે જ્યારે પણ આઇપીએલનું આયોદન વિદેશી ધરતી પર થયું છે ત્યારે ચેન્નાઈની ટીમના પ્રદર્શનમાં ઓટ આવી છે.

2009માં સાઉથ આફ્રિકામાં આઇપીએલ યોજાઈ હતી ત્યારે ચેન્નાઈની ટીમ મોખરાની ચાર ટીમમાં પણ પ્રવેશી શકી ન હતી તે 14 મેચમાંથી આઠ મેચ જીતી હતી અને છ મેચમાં તેનો પરાજય થયો હતો. આવી જ રીતે 2014ના પ્રારંભિક તબક્કાની મેચો યુનાઇટેડ આરબ અમિરાતમાં રમાઈ હતી. એ વખતે પણ ચેન્નાઈની ટીમ ફાઇનલથી વંચિત રહી હતી. જોકે એ વખતે યુએઈમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ પાંચમાંથી ચાર મેચમાં વિજય હાંસલ કર્યો હતો પરંતુ ટુર્નામેન્ટને અંતે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ.

મૂળ વાત એમ છે કે ચેન્નાઈની ટીમ અત્યાર સુધીમાં માત્ર બે જ વખત ફાઇનલથી વંચિત રહી છે અને એ બંને વખતે આઇપીએલનું આયોજન ભારતમાં નહીં પરંતુ વિદેશમાં થયું હતું. હવે આ વખતે ધોનીની ટીમ આ બાબતની ચોક્કસ ખાતરી રાખશે કે તેઓ શાનદાર પ્રદર્શન કરીને દસમી નવેમ્બર સુધી એટલે કે ફાઇનલ સુધી ટુર્નામેન્ટમાં ટકી રહે.

Read Also

Related posts

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!