GSTV
Home » News » Video: બસ દિવસની ઉજવણી કરવા છત પર ચડી ગયા વિદ્યાર્થીઓ, બ્રેક વાગી અને ધડામ….

Video: બસ દિવસની ઉજવણી કરવા છત પર ચડી ગયા વિદ્યાર્થીઓ, બ્રેક વાગી અને ધડામ….

ચેન્નાઈમાં બસ દિવસની ઉજવણી કરતા કોલેજના વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસ દિવસની ઉજવણી કરવા કોલેજના વિદ્યાર્થીઓ બસની છત પર ચડી ગયા છે. જોકે બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા 30 જેટલા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે પટકાયા.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારની ઘટના બાદ પોલીસે 20 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈમાં કોલેજના પહેલા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા બસ દિવસની  ઉજવણી કરવામાં આવે છે. પોલીસ દ્વારા ચેતાવણી આપવામાં આવી હોવા છતા બસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે દરમ્યાન આ પ્રકારની દુર્ઘટના બની હતી.

Read Also

Related posts

વિરાટ કોહલીએ શેર કર્યો વર્કઆઉટ વીડિયો, યુઝર્સે ઉતાર્યો વર્લ્ડ કપ હારવાનો ગુસ્સો

Arohi

વેસ્ટર્ન ટેસ્ટ સાથે બનાવો હેલ્ધી અને ચટપટી બીન્સ સેન્ડવિચ

Dharika Jansari

દાળ અને ચોખાના ઉપયોગ વગર બનાવો ચટપટી દૂધીની ખીચડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!