GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ભાદર તારા ભયંકર પાણી, સિંચાઈ માટે છોડાયેલું પાણી લોહીની જેમ લાલ થઈ ગયું

ખેડૂતો પોતાનું લોહી પાણી એક કરીને પાકનું વાવેતર કરતા હોય છે. એમ કહીએ કે ખેડૂતો પોતાનું લોહી સીચીને પાકરૂપી ઉપજ મેળવતા હોય છે. પણ જ્યારે કોઇ આ ઉપજને ખતમ કરવા ષડયંત્ર રચે ત્યારે ખેડૂતનો પાક તો શું ખેડૂત જીવતેજીવત બળી જતો હોય છે. આવું જ કંઇક થયું છે જેતપુર પંથકમાં આખરે શું છે ભાદરની કેનાલમાં જોઇએ આ વિશેષ અહેવાલમાં.

  • ભાદર તારા ભયંકર પાણી
  • સિંચાઇ માટે છોડાયુ તો પાણી
  • પણ પાણીમાં ભળ્યુ લાલ રંગનું ઝેર

ભાદરની કેનાલમાં કેમિકલ યુક્ત લાલ રંગનું પાણી જો ખેડૂતો તેના પાકને સિંચાઇમાં આપશે તો ખેડૂતોનો જીવ સમો પાક બળી જશે. જેતપુરના નવાગઢ નજીકની ભાદર કેનાલમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડાયુ. ત્યારે કોઇ કારખાનેદાર કે અન્ય કોઇ તત્વો દ્વારા કેનાલના વહેતા પાણીમાં તકનો લાભ લઇને કેમિકલયુક્ત પાણી છોડી દીધુ. જેનું પરિણામ એ આવ્યુ કે પાક માટે છોડાયેલુ નિર્મળ પાણી ભયંકર કેમિકલ યુક્ત પાણી બની ગયું અને આ પાણી હવે પાકને જીવતદાન દેવાને બદલે ખતમ કરી નાખશે.

કેનાલમાં પ્રદૂષિત પાણી

  • ભાદર કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાયુ
  • કેનાલનું પાણી થઇ ગયું લાલ
  • પ્રદૂષિત પાણી નવાગઢથી આગળ ઘણા ગામો સુધી પહોંચ્યુ
  • ખેડૂતોમાં પોતાના પાકને લઇને ડર
  • પોલીસ અને જીપીસીબી દ્વારા શરૂ કરાઇ તપાસ

પહેલા જ ઔદ્યોગીક શહેર જેતપુરમાં સાડીના કારખાનેદારોએ ભાદર નદીને પ્રદુષિત કરી નાખી છે. હવે ઓછામાં પુરુ સિંચાઈ માટે છોડેલ ભાદર કેનાલમાં કોઈક અસામાજીક તત્વોએ મોકાનો ફાયદો લઇને કારખાનાનું પ્રદૂષિત પાણી કેનાલમાં છોડી દેતા કેનાલનું પાણી પ્રદૂષિત કરી નાખ્યુ છે. નોંધનીય છે કે જેતપુર સાડી ઉદ્યોગના વિવિધ યુનિટો દ્વારા જળ, વાયુ અને જમીનને અતિ હદે પ્રદુષિત કરી નાખ્યાની વ્યાપક ફરિયાદ બાદ એનજીટી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રદુષણ ફેલાવતા કાયદેસર તેમજ ગેરકાયદેસર યુનિટોની એક બાજુ તપાસ ચાલી રહી છે.

ત્યારે આ તપાસ દરમિયાન જ ભાદર કેનાલમાં કેમિકલ યુક્ત પાણી છોડી દેવાતા આ પ્રદૂષિત પાણી નવાગઢથી સરધારપુર, પાંચપીપળા, કેરાણી, ગુંદાળાં, તેમજ પેઢલા ગામ સુધીની કેનાલમાં પહોંચી ગયું છે. હવે જીપીસીબી પોલીસ દ્વારા પાણીના નમૂના લઇને તપાસ શરૂ કરાઇ છ અને આ કેમિકલયુક્ત પાણી ક્યાંથી છોડાયુ તેની તપાસ શરૂ કરી દેવાઇ છે. પણ અહીં સવાલ એ જ થાય છેકે તપાસથી શું થશે. પાકને જીવતદાન આપનારી આ કેનાલ હવે ખેડૂતોના પાક માટે ઝેર સમાન બની ગઇ છે.

READ ALSO

Related posts

રામ મંદિર માટે સોમનાથથી નીકળેલી એલકે અડવાણીની રથયાત્રાના સાક્ષી બનેલા લોકોએ સંસ્મરણો વાગોળ્યા

Nilesh Jethva

અરબી સમુદ્ર સાયકલોનીક સકર્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરીયો ન ખેડવા સુચના

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!