GSTV
Home » News » પેકેટ પર લખેલી એક્સાયરી ડેટ સાચી જ હોય તે જરૂરી નથી, આ સેંસર ખોલશે હવે પોલ

પેકેટ પર લખેલી એક્સાયરી ડેટ સાચી જ હોય તે જરૂરી નથી, આ સેંસર ખોલશે હવે પોલ

ખોરાક ખરાબ છે કે ખાવા લાયક તે જાણવા માટે ઘણીવાર લોકો તેની સુગંધ લેતા હોય છે. પરંતુ આ કામ હવે એક સેંસર તમારા માટે કરી દેશે. આ સેંસર સ્માર્ટફોનમાં જોડાઈ જશે અને ખાસ વાત એ છે કે તે એકદમ સસ્તુ અને ઈકો ફ્રેંડલી છે. તેનાથી ફૂડ આઈટમની બરબાદી પણ બચી જશે.

બ્રિટનમાં ત્રણમાંથી એક ગ્રાહક ખાદ્ય વસ્તુઓના પેકેટ એટલા માટે ફેંકી દે છે કે તેની એક્સપાયરી ડેટ નજીક હોય છે. તેમાંથી 42 લાખ ટન ભોજન એવું હોય છે જેનો ઉપયોગ ખાવા માટે કરી શકાય તેમ હોય છે. આ બગાડને રોકવા માટે લંડનની એક કોલેજમાં એક સેંસર તૈયાર કરવામાં આવ્યું છે જે ખોરાકને ખરાબ કરતી અમોનિયા અને ટ્રાઈમિથાયલામાઈન વિશે જાણી પેકેજ્ડ ભોજનની ગુણવત્તા વિશે જાણી શકે છે. આ સેંસરને પીઈજીએસ કહેવામાં આવે છે.

આ સેંસરની કીમત માત્ર દોઢ રૂપિયો છે. આ સેન્સર જે ડેટા શેર કરે છે તેને સ્માર્ટ ફોનમાં જોઈ શકાય છે. આ સેંસરનો ઉપયોગ કરવા માટે યૂઝરએ પોતાનો ફોન સેંસર પર લાવી જોવાનું રહે છે કે ભોજન ખાવા લાયક છે કે નહીં. શોધકર્તાઓએ કાર્બન ઈલેક્ટ્રોડને સેલુલોજ પેપરમાં પ્રિંટ કરી તેને તૈયાર કર્યું છે. આ સેંસર ઈકો ફ્રેંડલી છે અને એકદમ સસ્તું છે.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!