GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના ભયાનક દ્રશ્યો, રસ્તા પર, નાળામાં જ્યાં અને ત્યાં લોકો ધબાધબ પડવા લાગ્યા

વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીક થતા આઠ લોકોના મોત થયા. તો પાંચ હજાર લોકો બીમાર પડ્યા. જ્યારે કે, ગેસ લીક થવાના કારણે પાંચ ગામને ખાલી કરાવવામાં આવ્યા.

ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખી સીએમ જગન મોહન રેડ્ડી ઘટના સ્થળે જવા રવાના થયા.

આ ગેસ એલજી પોલીમર ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાયો  હતો. આ કંપની આરઆર વેંકટપુરમમાં આવેલી છે.

ગેસ લીક થતાની સાથે ગામમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, ગેસ લીક થવાના કારણે ત્રણ કિલોમીટર સુધી તેની અસર વર્તાઈ હતી.  અને આશરેસંખ્યાબંધ લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા.

કેટલાક લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને સારવાર  માટે હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા હતા.

ઝેરી ગેસના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા.

જેથી તેઓ સડક પર તો કેટલાક લોકો નાળામાં પડ્યા હતા, ગેસ લીક થવાના કારણે ૨૦ જેટલા લોકોની હાલત ગંભીર છે.

જ્યારે મોટી સંખ્યામાં લોકોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. તો બે હજાર બેડ ધરાવતી હોસ્પિટલમાં લોકોને ખસેડવાની તૈયારી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે બે હજાર મેટ્રિક ટન કેમિકલ ભરેલી  ટાંકીમાંથી ગેસ લીક થયો.

ગેસ લીક થયો ત્યારે બે હજાર લોકો પ્લાન્ટમાં હાજર હતા. ઘટના અંગેની જાણ થતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!