અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન તેમને અનેક ખાસ ભારતીય અને ગુજરાતી વ્યંજન પીરસવામાં આવશે. અમદાવાદથી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ સુરેશ ખન્ના પોતાની ટીમ સાથે મહેમાનો માટે ભોજન તૈયાર કરી રહ્યા છે.
અનેક ખાસ મહેમાનો માટે બનાવી ચુક્યા છે ભોજન
શેફ સુરેશ ખન્ના અનેક ખાસ લોકોને પોતાના હાથનું સ્વાદિષ્ટ ભોજન જમાડી ચુક્યા છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા નામ સામેલ છે. નેતાઓ સાથે અભિનેતાઓને પણ તેમના હાથનું ભોજન ખૂબ જ પસંદ છે.


પુરસ્કાર વિજેતા ખન્ના
શેફ સુરેશ ખન્નાને 1990માં રાષ્ટ્રીય પાક પુરસ્કાર (National Culinary Award)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.
ગુજરાતી વ્યંજન પર જોર
શેફ ખન્નાએ જણાવ્યું કે મેનૂમાં ગુજરાતી વ્યંજન પર જોર રહેશે. ટ્રમ્પને બ્રોકલી સમોસા, હની કુકીઝ, મલ્ટી ગ્રેન રોટલી અને બેસનમાંથી બનેલા નાસ્તા પીરસવામાં આવશે. તેમને ગુજરાતના ફેમસ ઢોકળા, ખમણ અને એપ્પલ પાઇ પીરસવામાં આવશે.

ટ્રમ્પને સ્વાદ ચખાડવા ઉત્સાહિત ખન્ના
શેફ સુરેશ ખન્નાએ જણાવ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી માટે ભોજન બનાવવામાં સમગ્ર ટીમ સાથે લાગી ગયાં છે. તેઓ દુનિયાના સૌથી ખાસ વ્યક્તિ માટે ભોજન બનાવવા માટે ઉત્સાહિત છે. તેમની સાથે એક ટીમ છે. જે પહેલાથી જ નિશ્વિત મેનૂ પર કામ કરી રહી છે.
ફૂડ વિભાગના અધિકારીઓની તપાસ બાદ જ પીરસવામાં આવશે
આ અંગે રસોઈયા સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને ગુજરાતી ખમ્મણ અતિપ્રિય છે. એટલા માટે ખાસ તેમના માટે ખમ્મણ બનાવવામાં આવી રહ્યા છે. મેન્યૂમાં ફક્ત શાકાહારી વ્યંજનો જ રહેશે. જેને ગુજરાતી અંદાજમાં બનાવવામાં આવશે, પહેલા ફૂડ વિભાગના અધિકારીઓ તેની તપાસ કરશે, બાદમાં જ ભોજન પિરસવામાં આવશે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત