GSTV

VIDEO: અસ્તિત્વની લડાઈ, ચિત્તાના ધારદાર પંજાથી શાહુડીએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ

ચિત્તો અને શાહુડી વચ્ચેની લડાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર જગન સિંહે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તેને શેર કર્યો છે. શેર કર્યા બાદ આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં એક ચિત્તો અને શાહુડી વચ્ચે લડાઈ થઈ રહી છે.

25 સેકન્ડના આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કઈ રીતે ચિત્તો પોતાના પંજાથી શાહુડી પર હુમલો કરે છે. જો કે, શાહુડી એક કાંટા ધરાવતુ પ્રાણી છે. એટલા માટે ચિત્તાના પંજાથી વારંવાર બચવા માટે તે પોતાના રક્ષણ માટે તેને આગળ ધરે છે. આ વીડિયોમાં સૌથી રસપ્રદ વાત એ છે કે, જ્યારે જ્યારે ચિત્તો હુમલો કરે છે. ત્યારે પોતાના ખાસ અંદાજમાં શાહુડી પોતાનું રક્ષણ કરે છે.

આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 3 હજારથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. જેને અનેક વખત રિટ્વીટ પણ કરવામાં આવ્યો છે. તથા 300થી વધારે લાઈક્સ પણ આવી છે. લોકો આ વીડિયો પર મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!