GSTV
Home » News » જીભનો ટેસડો પૂરો પાડે એવી રેસિપી :ચટપટી ચીઝ ટિક્કી

જીભનો ટેસડો પૂરો પાડે એવી રેસિપી :ચટપટી ચીઝ ટિક્કી

દરરોજ દેશી વાનગીઓ ખાઇને કંટાળ્યા હોય તો અમે તમારી આ ટેન્શનને દૂર કરવા માટે લઇને આવ્યાં છીએ એક ચટાકેદાર રેસિપી જેનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જશે. તો ચાલો બનાવીએ ચટપટી ચીઝ ટિક્કી.

સામગ્રી:

પાંચ બાફેલા છૂંદેલા બટાકા, છ મોટી ચમચી બારીક કાપેલી બીન્સ, સાત-આઠ ચીઝના નાના ક્યુબ, બે ટામેટા બી કાઢીને બારીક કાપેલા, ત્રણ મોટી ચમચી છીણેલી કોબીજ, સ્વાદ મુજબ મીઠું અને કાળા પીસેલા મરી.

રીત:

છુંદેલા બટાકામાં મીઠું અને કોબીજની છીણ ભેળવો અને મિશ્રણની નાની નાની ટિક્કીઓ બનાવો. એની ઉપર કાપેલા ટામેટા અને બીન્સ સેટ કરો. સેટ થયેલી ટિક્કીઓ પર કાળા મરી ભભરાવો અને અંતમાં દરેક ટિક્કી પર નાના નાના ચીઝ ક્યુબ મૂકો. ટિક્કીઓને નોનસ્ટિક તવા પર એક તરફથી સાંતળો  અને સોસ સાથે ગરમાગરમ ખાવ.

Read Also

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!