GSTV
Home » News » રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

રાજકોટમાં આવાસ યોજનામાં ચેકીંગ ઝુંબેશ યોજીને મનપા અને રૂડા અંતર્ગત 20 જેટલી આવાસ યોજનામાં ચેકીંગ હાથ ધરાયું. જેમાંથી 23 જેટલા લાભાર્થીને નોટિસ પાઠવીને આવાસ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આવાસનાં અન્ય લાભાર્થીને સૂચના પણ આપી હતી કે જો કોઈ આવાસ ભાડે આપતા ઝાડપાશે તો 10 વર્ષ સુધી કોઈ પણ આવાસ યોજનામાં ફોર્મ નહીં ભરી શકે. ત્યારે થોડા દિવસ પહેલા પણ મનપા દ્વારા આ પ્રકારની કાર્યવાઇ હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મધ્યમ અને ગરીબ વર્ગનાં પરિવારોને પાકા મકાન આપવામાં આવે છે. દરેક મોટા શહેરોમાં સ્થાનિક કોર્પોરેશન તંત્ર દ્વારા આ પ્રકારની યોજના અમલી છે. જો કે આવાસ યોજનામાં મૂળ લાભાર્થી પોતાને મળેલ મકાનને બદલે આર્થિક ફાયદા માટે અન્યોને મકાન ભાડે આપી દેવામાં આવે છે. ત્યારે સ્થાનિક કોર્પોરેશન દ્વારા આવા પ્રકારનાં ચેેકિંગ હાથ ધરાવામાં આવે છે.

READ ALSO

Related posts

Pro Kabaddi League 2019 :ન ચાલ્યો સિદ્ધાર્થ દેસાઈનો જાદૂ, યૂ મુંબાએ 6 પોઈન્ટથી જીત્યો મુકાબલો

Mansi Patel

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!