ઈન્ટરનેટના યુગમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે જેના પગલે અવાર-નવાર સ્માર્ટફોન ચોરાઈ કે ગુમ થઈ જવાના અહેવાલ સામે આવે છે. આ કિસ્સો કદાચ તમારી સાથે પણ બન્યો હશે કારણ કે, સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને આપણો ઘણો ટેડા તેમા હોય છે.

આપણે સ્માર્ટફોન ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ. આવી સ્થિતિમાં ગુમાવવા અને પાછો ન મળવાથી નિરાશ થઈ જઈએ છે, પરંતુ કેટલાક સેટિંગ્સને ચાલુ કરીને, તમે આ પ્રકારની સમસ્યામાંથી બચી શકો છો. ચાલો જાણીએ ફોનમાં હાજર કેટલાક એવા સેટિંગ્સ વિશે જે તમારો ડેટા અને ફોન બંનેને બચાવી શકે છે.
લોકસ્ક્રીન પર આ ફેરફાર કરો
લૉકસ્ક્રીન પર નોટિફિકેશન ડ્રોઅર બંધ કરો. જો આ સેટિંગ લૉકસ્ક્રીન પર ચાલુ હોય, તો ફોનની સ્ક્રીન લૉક હોય તો પણ કોઈપણ તમારો ડેટા અથવા વાઇફાઇ બંધ કરી શકે છે. આ માટે તમારે તેને બંધ કરવું જોઈએ. આ માટે તમારે સેટિંગ્સમાં જઈને નોટિફિકેશન ડ્રોઅરને સર્ચ કરીને તેને બંધ કરવું પડશે.
ફાઈન્ડ માય ડિવાઈસને ઓન કરી શકો
ફાઈન્ડ માય ડિવાઈસની સુવિધા દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. તમારે આ સેટિંગ ચાલુ રાખવું જોઈએ જેનાથી તમારો ફોન ક્યારેય ખોવાઈ કે ચોરાઈ જાય તો તમે ટ્રેક કરી શકો છો. આ ફીચર તમને માત્ર ફોન ટ્રેકિંગમાં જ મદદ કરશે નહીં, પરંતુ આની મદદથી તમે તમારા ફોનનો ડેટા પણ કાઢી શકો છો, જેથી તમારી અંગત વિગતો કોઈના હાથમાં નહીં આવે.

ડેટા બેકઅપ
તમારા ફોનના ડેટા બેકઅપને પણ ઓન કરો કારણ કે લોકોના ફોનમાં ઘણો ડેટા હોય છે. જો ક્યારેય તમારો ફોન ગુમ થઈ જાય છે તો કદાચ તમારા હાથમાં તે ડેટા ન હોય. આ સેટિંગ ચાલુ રાખીને, તમે ક્લાઉડ સ્ટોરેજમાંથી તમારો ડેટા સરળતાથી પુનઃપ્રાપ્ત કરી શકો છો.
READ ALSO
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…
- એક ફોન કૉલથી ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ! આ ટિપ્સ ફોલો કરીને ફ્રોડથી બચો
- હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું
- મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ