GSTV

ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરતા પહેલા કરો આ કામ, નહીં તો તમારી યાત્રા ઉપર લાગી શકે છે ગ્રહણ

Last Updated on September 11, 2020 by Mansi Patel

દિલ્હી સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ વર્ષ દરમયાન 51 એવા કેસ સામે આવ્યા છે જેમાં યાત્રા કરવા માટે જ્યારે લોકો એરપોર્ટ ઉપર અંદર પ્રવેશ કરે છે ત્યારે તેના સમાનની ચેકીંગ દરમયના બેગમાંથી જીવતા કારતુસ કે હથિયાર મળી આવ્યાં છે. જો કે એવા ઘણા કેસ જોવા મળી રહ્યાં છે કે, તે લાઈસન્સ પિસ્ટલ માટે ખરીદવામાં આવેલા કારતુસ હોય. પરંતુ થોડી લાપરવાહી અને જલ્દબાજી એરપોર્ટ ઉપર પરેશાનીનું કારણ બની શકે છે. જેના કારણે યાત્રી સામે કેસ પણ દાખલ થાય છે અને યાત્રા પણ ઘણી વખત રદ્દ કરવાની નોબત આવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો ધરપકડ પણ થાય છે.

સુરતના વ્યક્તિની બેગમાંથી મળી આવ્યાં હતા કારતુસ

આઠ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સુરતના રહેનારા કલાથિયા રાજેશભાઈના બેગમાંથી સીઆઈએસએફના જવાનોએ તપાસ દરમયાન કારતુસ કબ્જે કર્યાં હતા. તે બાદ તેને કસ્ટડીમાં લીધા બાદ મામલાની જાણકારી ઔપચારિક રીતે દિલ્હી પોલીસને આપવામાં આવી બાદમં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે આ મામલાની તપાસ અને પૂછપરછ દરમયાન જાણકારી મળી કે, કારતુસ પોતાની લાઈસન્સ પિસ્ટલ માટે ખરીદી હતી. જે ભુલથી બેગમાં રાખી દીધી. પરંતુ આ કેસની તપાસ બાદ તેને ગુજરાત જવા દેવામાં આવ્યાં. આ મામલાની આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી મોડી રાત્રી સુધી ચાલતી રહી. આવા કેસમાં દિલ્હી પોલીસ દ્વારા આરોપી શખસ સામે એફઆઈઆર દાખલ કરી. દેશની અંદર એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સીઆઈએસએફની છે. જે યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થાનું મજબુતીથી પાલન કરે છે.

વિદેશ જનારાઓને કરવું પડે છે આ કામ

એક મહત્વપૂર્ણ અને ઘરેલુ ઉડાનની યાત્રા કરનારા યાત્રીકો જ્યારે આવી હાલતમાં પકડાઈ જાય છે તો દસ્તાવેજી રૂપમાં તેની ધરપકડ અને તેનાથી સંબંધીત તમામ કાનૂનોની જોગવાઈ બાદ તેને જવા દેવામાં આવે છે. પંરતુ જો કોઈ વિદેશની યાત્રા કરવા માટે જઈ રહ્યો હોય અને તેના બેગમાંથી કે સામાનની અંદરથી કોઈ લાઈસન્સ પિસ્ટલ કે કારતુસ મળી આવે તો તેની ધરપકડ બાદ કોર્ટની આજ્ઞા લઈને તે વિદેશની યાત્રા કરી શકે છે. જ્યારે કોર્ટના આદેશ તે શખસની પાસે નહી હોય તો તેને વિદેશ જવા દેવામાં નહીં આવે. દેશની બહાર યાત્રા કરનારા હોય કે ઘરેલુ વિમાનયાત્રા કરવાની હોય તમારા સમાનને પેક કર્યા પહેલા તેને તપાસી લો. બાકી યાત્રા પહેલા જ ગ્રહણ લાગી શકે છે.

એરપોર્ટના ડીસીપીએ કહી આ વાત

દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડીસીપી રાજીવ રંજને સમાન્ય લોકો અને યાત્રિકોને અપીલ કરી છે કે તે એક સુખદ યાત્રા અને શુભ યાત્રા પહેલા પોતાના સામાનની તપાસ કરી લે નહીં તો તમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો કે આ રીતની સતર્કતા એરપોર્ટ ઉપર એનાઉંસ થાય છે જેનાથી લોકોની અંદર સાવધાની બનેલી રહે.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!