GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

LIC પાસે તો નથી પડ્યા તમારા પૈસા ! ઘરે બેઠા આ રીતે કરો ચેક

દેશની 24 કંપનીઓ પાસે વીમાધારકોના 16000 કરોડ રૂપિયા દાવા વગરના (લાવારિસ) પડયા છે. તેના 70 ટકા એટલે કે કુલ 10,509 કરોડ રૂપિયા માત્ર એલઆઇસીના વીમાધારકોના છે. આ આંકડો 31 માર્ચ 2018નો જ છે. આ સાથે 24 બિન-જીવન વીમા કંપનીઓ પાસે પડેલા 848 કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી.

ઇન્ડિયન ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઇઆરડીએઆઇ) એ વીમાદાતાઓને આવા વીમેદારને ઓળખવા અને પૈસા પાછા આપવા સૂચના આપી છે. દરેક વીમા કંપનીમાં, પૉલિસીધારકના રક્ષણ માટે ડિરેક્ટર-સ્તરની સમિતિને વીમેદારની તમામ બાકી રકમ ચૂકવવાની જવાબદારી આપવામાં આવી છે. જો તમારા પણ વીમા કંપની એલઆઈસી કે અન્ય કોઈ પાસે પૈસા છે તો કેવી રીતે માહિતી મેળવી શકો છો, તેની જાણકારી આજે અમે તમને આપી રહ્યા છીએ.

કેવી રીતે જાણવું –

આઈઆરડીએ (ઇરડા)એ વીમા કંપનીઓને તેમની વેબસાઇટ પર શોધ સુવિધા પ્રદાન કરવા કહ્યું છે. આની મદદથી, પૉલિસીધારક અથવા આશ્રિત એ ખાતરી કરી શકે છે કે આ કંપનીઓ સાથે તેમના નામમાં કોઈ દાવો ન કરાયેલી રકમ છે કે નહીં.

પોલીસી ધારક / લાભાર્થીને દાવા વગરની ર્ક્મણ જાણકારી મેળવવા માટે પોલીસી નંબર, પોલિસીધારકના પેન કાર્ડ, તેનું નામ, આધાર નંબર, જેવી વિગતો આપવી પડે છે. વીમા કંપનીઓ માટે જરૂરી છે કે તે તેની વેબસાઈટ પર દાવા વગરની રકમ અંગે જણાવે. આ માહિતી તેમને દર 6 મહિને આપવાની હોય છે. ઉલ્લેખનીય છે કે, દરેક કંપનીઓની વેબસાઈટ પર આ સુવિધા ઉપલબ્ધ છે. એલઆઈસી માટે આપવામાં આવેલી લિંકને કોપ કરીને એડ્રેસ બારમા પેસ્ટ કરો…https://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDues/UnclaimedPolicyDuesController.jpf  

છેલ્લા પાંચ વર્ષમાં, નધણિયાતો રકમ 25 ટકા સુધી વધી છે, વીમા કંપનીઓ પાસે આવી મોટી રકમ છે, જેના માટે દાવો કરવામાં આવ્યો નથી. આ રકમ પૉલિસીધારકોની છે. આ આંકડો એટલો મોટો છે કે તમે આઘાત પામશો. અહેવાલો અનુસાર 31 માર્ચ, 2018 સુધીમાં 24 જીવન વીમા કંપનીઓ પાસે પૉલિસીધારકો દાવા વગરની રકમ 15,167 કરોડ રૂપિયા હતી.

આ રકમ દિવસે દિવસે વધી રહી છે. તેની સરખામણીમાં, 2012-13 માં સમગ્ર ઉદ્યોગ માટે નધણિયાતો આંકડો રકમ 4865.81 કરોડ રૂપિયા હતો. છેલ્લાં પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો થયો છે.

કોના કેટલા પૈસા દાવા વગરના

વીમા નિયમનકાર આઇઆરડીએએ આ વિશેનો ડેટા પ્રકાશિત કર્યા છે. તદનુસાર, એલઆઈસી પાસે રૂ. 10,509 કરોડની રકમ છે. જ્યારે 22 અન્ય ખાનગી વીમા કંપનીઓ પાસે રૂ. 4,657.45 કરોડ છે.

Read Also

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!