GSTV

ગૂગલની મોટી કાર્યવાહી : હેકિંગ કરતી આ 11 મોબાઈલ એપને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી, તમારા મોબાઈલમાં તો નથી ને!

દિગ્ગજ સર્ચ એન્જીન કંપની ગૂગલ (GOOGLE ) એ ફરી એક વખત મોટી કાર્યવાહી કરતાં 11 મોબાઈલ એપને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી છે. હેકર્સ આ મોબાઈલ એપમાં જોકર નામના વાયરસનો ઉપયોગ કરીને પોતાના નિશાના પર લેતા હતા. આ સિવાય હેકર્સ યુઝર્સની અનુમતિ વિના જ તેમની પ્રીમિયમ સેવાઓ સબક્રાઈબ કરાવી દેતા હતા. જણાવી દઈએ કે આ મૈલિશિયસ મોબાઈલ એપની જાણકારી ચેક પોઈન્ટના રિપોર્ટ પર થી મળી છે. ચેક પ્વાઈન્ટ ના રિપોર્ટ મુજબ 2017થી ગૂગલ આ વાયરસવાળી એપ પર નજર રાખી રહ્યા છે. હૈકર્સ આ મોબાઈલ એપ દ્વારા યુઝર્સને ચૂનો લગાવવાની સાથે સાથે પર્સનલ ડેટા પણ ચોરાવી રહ્યા હતા.

આ પહેલા 25 જેટલી એપ હટાવી હતી

જોકે હવે કંપનીએ આ મોબાઈલ એપને પોતાના પ્લેટફોર્મથી હટાવી દીધી છે. આ પહેલા કંપનીએ પ્લે સ્ટોર પરથી 25 જેટલી મોબાઈલ એપ હટાવી હતી. જે ફેસબુક યુઝર્સનો ડેટા ચોરાવી રહ્યા હતા. com.imagecompress.android, com.contact.withme.texts, com.hmvoice.friendsms, com.relax.relaxation.androidsms, com.cheery.message.sendsms(બે જુદા જુદા પ્રકારની), com.peason.lovinglovemessage, com.file.recovefiles, com.LPlocker.lockapps, com.remindme.alram, com.training.memorygame

તમારા સ્માર્ટ ફોનમાં આવી ગઈ હોય તો તુરંત એપ ડિલિટ કરો

જો તમને લાગે કે તમારા સ્માર્ટ ફોનમાં વાયરસયુક્ત મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ગઈ છે તો એને તુરંત ડિલિટ કરો. સ્માર્ટ ફોનમાં વિશ્વસનીય એન્ટિ વાયરસ અને સિક્યોરિટી એપનો ઉપયોગ કરો. અનજાન મોબાઈલ એપ ક્યારેય ડાઉનલોડ ના કરો. ગુગલે આ મહિનાની શરૂઆતમાં 25 મોબાઈલ એપ્સને પ્લે સ્ટોરથી હટાવી હતી. કંપનીની આ કાર્યવાહી ડેટા ચોરીને લઈને હતી. આ તમામ એપ ફેસબૂક યુઝર્સનો ડેટા ચોરી કરતા હતા. ગૂગલને આ એપ બાબતે ફ્રાંસની સાયબર સિક્યોરિટી ફર્મ EVINA એઆપી હતી. આ એપ્સ બાબતે એવિનાએ પોતાના એક બ્લોગમાં જાણકારી આપી હતી. એમાં મોટા ભાગની એપ્સ વીડિયો એડિટીંગ, ફ્લેશ લાઈટ અને વોલપેપર સંબંધિત હતી.

READ ALSO

Related posts

VIDEO/ WWEની રીંગમાં રાખીની એવી ધોલાઈ કરી નાખી કે, સીધી હોસ્પિટલમાં ભરતી કરાવી પડી

Pravin Makwana

આ રાજ્યમાં શરૂ થશે QR કોડ આધારિત હેલ્થ કાર્ડ, હેલ્થકેર ફેસિલિટીથી લઇને તમામ જાણકારી માત્ર એક ક્લિકમાં

Mansi Patel

CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!