GSTV

UAN નંબર વિના પણ જાણી શકાય છે PF બેલેન્સ, એકદમ સરળ છે પ્રોસેસ

uan

કોરોના કાળમાં લોકોની કમાણી પર ખૂબ જ અસર પડી છે. મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સાથે જ અનેક પ્રાઇવેટ કંપનીઓએ સેલરીમાં કાતર ફેરવી દીધી છે. તેવામાં જો તમારે રૂપિયાની જરૂર પડે અને તમે પોતાના પ્રોવિડેંટ ફંટ (PF)માં રૂપિયા ઉપાડવા ઇચ્છો અને તમારી પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. UAN નંબર વિના પણ તમે તમારુ પીએફ બેલેન્સ જોઇ શકો છો અને ચેક કરી શકો છો. પ્રોવિડેંટ ફંડમાં આંશિક અથવા પૂર્ણ ઉપાડ માટે તમારે એક ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ ઇપીએફઓ ઓફિસમાં જમા થશે.

pf

આ ફોર્મ તમને ઇપીએફઓની ઑફિશિયલ વેબસાઇટ અને કાર્યાલયમાં મળી જશે. તમારે તેની સાથે કેટલાંક ડોક્યુમેન્ટ્સની ફોટો કૉપી પણ જમા કરાવવાની રહેશે. આ પ્રોસેસમાં થોડો સમય લાગશે સાથે જ તમારે ઇપીએફઓની ઓફિસમાં ઘણીવાર જવુ પડી શકે છે. અહીં જાણો ઓનલાઇન કેવી રીતે ચેક કરશો બેલેન્સ…

UAN વિના આ રીતે ચેક કરો ઇપીએફ બેલેન્સ

સૌપ્રથમ ઑફિશિયલ વેબસાઇટ epfindia.gov.in પર વિઝિટ કરો અને ઇપીએફ હોમ પેજ પર લૉગ-ઇન કરો. તે બાદ Click Here to Know your EPF Balance પર ક્લિક કરવાની છે. તે બાદ નવુ પેજ ઓપન થશે. હવે તમારે Member Balance Information પર જવાનું છે. પોતાના રાજ્યનું સિલેક્શન કરો અને ઇપીએફઓ ઓફિસ લિંક પર ક્લિક કરો. તમારો પીએફ એકાઉન્ટ નંબર,નામ અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નાંખવાનો રહેશે. સબમિટ પર ક્લિક કરતાં જ તમને તમારુ પીએફ બેલેન્સ જોવા મળશે.

જણાવી દઇએ કે ઇપીએફનો પૂર્ણ ઉપાડ કર્મચારીના રિટાયરમેન્ટ થવા પર અથવા તો તે બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર હોય તો તેવી સ્થિતિમાં કરી શકાય છે.

Read Also

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!