GSTV

બેન્કના ડ્રોપ બોક્સમાં નાખો છો ચેક? તો ચેતી જજો, થઈ શકે છે ભારે નુકશાન

ડ્રોપ બોક્સ

બેન્કોના ડ્રોપ બોક્સમાં ચેક નાખનાર માટે આ ખબર એક ચેતાવણી છે. કારણ કે હવે તમારો એકાઉન્ટ પે (Account Payee) ચેક પણ સુરક્ષિત નથી. હેરાન કરનાર વાત એ છે કે દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં એક ખાનગી બેન્કના ડ્રોપ બોક્સમાંથી ચોરી થયેલો ચેકને પણ કેશ કરી લેવામાં આવ્યો. શરૂમાં પોલીસે આ મામલાને લઈને ફરિયાદ દાખલ ન કરી. જેના કારણે સચિને કોર્ટનો દરવાજો ખખડાવ્યો પડ્યો હતો. પરંતુ જ્યારે દિલ્હીની તીસ હજારી કોર્ટના આદેશ પર પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ચોંકાવનારી વાત એ છે કે….

હકિકતે સચિન નામના એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે તેણે વર્ષ 2016 એપ્રિલમાં ચેક કેશ કરાવવા માટે ઓરિંએન્ટલ બેન્ક (Oriental Bank of Commerce)ના ડ્રોપ બોક્સમાં નાખ્યો હતો. આ ચેક એચડીએફસી બેન્ક (HDFC Bank)નો એકાઉન્ટ પે હતો. જે ચેક પર સચિને પોતાનો એકાઉન્ટ નંબર પણ લખ્યો હતો. જ્યારે અમુક દિવસો પસાર થયા બાદ ખાતામાં પૈસા ન પહોંચ્યા ત્યારે તેને બેન્કે જણાવ્યું કે તેના સ્ટાફને ડ્રોપ બોક્સમાં કોઈ ચેક નથી મળ્યો. ત્યાર બાદ સચિન તે દુકાન પર ગયો જ્યાંથી તેને ચેક મળ્યો હતો. પરંતુ દુકાનદારે જણાવ્યું કે તેના ખાતામાંથી લખેલી રકમ કાઢી લેવામાં આવી ચુકી છે.  

રાશિ ભવિષ્ય

પીડિતનો આરોપ

આ મામલામાં બેન્ક સ્ટાફની મિલીભગતની આશંકાથી ઈનકાર ન કરી શકાય. કારણ કે આ ચેક મુઝફ્ફરનગર બ્રાન્ચ યુપીમાંથી રિડીમ કરાવવામાં આવ્યો હતો. બેન્કમાં તપાસ કરવા પર આ વાત સામે આવી કે અહીં સચિન નામનો વ્યક્તિ જ આ ચેકને લઈને આવ્યો હતો. જેણે તીસ હજાર રૂપિયા કેશ કરાવ્યા હતા. પીડિતને હેરાની થઈ કારણ કે આ ચેક એકાઉન્ટ પે હતો. પરંતુ અહીં તો બેન્કે એકાઉન્ટ પે ચેકની રોકડ ચુકવણી કરી દેવામાં આવ્યા છે. સચિનને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં જ છેતરપિંડી કરનાર રેકેટને પોતાના શકંજામાં લેશે. જેથી તેને થયેલા નુકશાનની ભરપાઈ થઈ શકે.    

બેન્ક એક્સપર્ટની રાય

આ પ્રકારના નાણાકિય અપરાધોમાં બેન્ક કર્મચારીઓની ભુમિકા હોવા પર તેમની નોકરી જવાની સાથે ઘણી કલમોમાં આ સજાનું પ્રાધાન્ય છે.

Read Also

Related posts

બ્રિટન મોટું જોખમ ખેડવા તૈયાર, નાગરિકોને સામે ચાલીને કોરોનાનો ચેપ લગાવીને કરશે સંશોધન

Dilip Patel

રાજસ્થાનમાં ચાલી રહેલુ શિક્ષક ભરતી આંદોલન બન્યું ઉગ્ર, આંદોલનકારીઓએ અસંખ્ય ગાડીઓ સળગાવી

Nilesh Jethva

વકીલનો દાવો, સુશાંતનું મોત ગળુ દબાવવાથી થયું હતું, AIIMS કહે છે હજી તપાસ પૂરી થઈ નથી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!