GSTV

નોમિનીના પૈસા LIC પાસે પડ્યા છે કે નહીં આ રીતે કરો ચેક, સીધા ખાતામાં આવી જશે

LIC

LIC પોતાના ગ્રાહકોને ઘણી ઈન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવે છે. જેમાં ગ્રાહકોને ઘણા બેનિફિટ મળે છે. પરંતુ ઘણી વખત એમુક એવી પોલિસી આવે છે જેને પોલિસીધારક ભુલી જાય છે. જો તમે પણ ક્યારેક એલઆઈસી પોલિસી લીધી છે અથવા લીધી હતી તો આ ખબર તમારા માટે છે. તમે તેની સરળતાથી ઘરે બેઠા જાણકારી મેળવી શકો છો કે તમારુ પણ કોઈ લેણું તો નથીને. દેવાદારી રકમ અથવા બાકી રકમ એ રકમ હોય છે જે પોલિસીધારકના અચાનક મૃત્યુ થઈ જવા પર પોલિસીના ક્લેમ ન કરવાથી અથવા ક્ષતિપૂર્તિનો દાવો ન કરવાથી વીમા કંપનીની પાસે એકત્રી થઈ જાય છે.

LIC

ભારતીય જીવન વીમા નિગમ પોતાના ગ્રાહકોને પોતાના બાકી ક્લેમ અથવા બાકી રકમને ચેક કરવાની સુવિધા આવે છે. વ્યક્તિ પોતાના દાવાની જાણકારી LICની વેબસાઈટ પરથી મેળવી શકે છે. ગ્રાહકોને તેના માટે LIC વેબસાઈટ પર જઈને પોલિસી નંબર, પોલિસીધારકનું નામ, જન્મ તિથિ અને પાન કાર્ડ નંબરની જાણકારી આપવાની રહેશે. તમને જણાવી દઈએ કે પોલિસી નંબર અને પાન કાર્ડ નંબર ઓપ્શનલ છે પરંતુ પોલિસીધારકનું નામ અને જન્મ તિથિ સૌથી મહત્વની જાણકારી છે. જેના વગર તમે જાણકારી નહીં મેળવી શકો.

આ રીતે કરો પોતાની બાકી રકમ

  • સૌથી પહેલા LIC ના હોમ પેજ પર જાઓ.
  • તમને પેજના સૌથી નીચે વાળા ભાગમાં લિંકની ઓળખ કરવાની રહેશે.
  • જો તમને આ શોધવામાં મુશ્કેલી થઈ રહી છે તો હોમ પેજની ડાબી બાજુના ખુણા પર ‘સર્ચ’ ટેબમાં ‘દાવાપાત્ર રકમ’ ટાઈપ કરો.
  • અહીં આ લિંક પર ક્લિક કરો. httpshttps://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/unclaimedPolicyDues/UnclaimedPolicyDuesController.jpf
  • હવે તમારી ડિટેલ ભરીને ચેક કરો.
LIC

જો તમને ખબર પડી કે તમારી એલઆઈસી પોલિસીમાં તમારી પણ અમુક રક છે જે ક્લેમ નથી કરવામાં આવી તો આ તમે કે તેના લાભાર્થી સીધો એલઆઈસીને સંપર્ક કરી શકો છો અને રકમ માટે અરજી કરી શકો છો. ત્યાર બાદ કંપની KYC જેવી ફોર્માલિટીઝ પુરી કરી તેની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. તમને જણાવી દઈએ કે કોઈ પણ ફ્રોડથી બચવા માટે કેવાયસી જરૂરી છે.

પોલિસી વિશે નોમિનીને નથી હોતી ખબર

મોટાભાગે આ પ્રકારની ઈન્શ્યોરન્સ પોલિસી વિશે નોમિનીને ખબર નથી હોતી. અથવા પોલિસી ડોક્યુમેન્ટ નથી મળતા. આ પ્રકારે પોલિસીધારકનું મૃત્યુ થવા પર નોમિની તે રકમ પર દાવો કરવાની સ્થિતિમાં નથી હોતા. આવી સ્થિતિથી બચવા માટે નોમિનીને ન ફક્ત પોલિસી વિશે જાણકારી હોવી જરૂરી પરંતુ એ વિશે પણ જાણકારી હોવી જોઈએ કે પોલિસી સાથે જોડાયેલા દસ્તાવેજો ક્યાં પડ્યાછે. પોલિસીમાં નોમિનેશનને અપડેટ કરવું પણ ન ભુલવું જોઈએ.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!