GSTV

કામની વાત/ SBIએ ખેડૂતોને આપી મોટી ભેટ, હવે ઘરે બેઠા કરી શકશો KCC એકાઉન્ટના આ તમામ કામ

kcc

મોદી સરકારે પીએમ કિસાન યોનાના લાભાર્થીઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બનાવવાના પ્રોસેસ એકદમ સરળ બનાવી દીધી છે. કિસાન ક્રેડિટ કાર્ડથી ખાતર, બીજ વગેરે માટે સરળતાથી લોન મળી જાય છે. તેમાં 9 ટકાના દરે લોન મળે છે. પરંતુ સરકાર આ કાર્ડ દ્વારા 2 ટકાની સબસિડી આપે છે. આ સાથે જ જો ખેડૂત સમય પર લોન ચુકવે તો તેમને 3 ટકાની છૂટ મળે છે. કુલ ખેડૂતોને સમયે લોન ચુકવવા પર 4 ટકાના દરે લોન મળે છે.

ઘરે બેઠા થઇ જશે તમારુ કામ

KCC ખાતા વિશે તમામ જાણકારી ઓનલાઇન લેવા માટે સૌપ્રથમ તમારે SBI YONO APP ડાઉનલોડ કરવાની છે. યોનો એપ પર લોગઇન કર્યા બાદ ખેડૂતોને YONO Krishi Platform પર ક્લિક કરવાનુ છે. અહીં ખાતાના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. તે બાદ KCC Review વિકલ્પને સિલેક્ટ કરો. તે બાદ તમને અપ્લાયનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને KCC ખાતાની તમામ જાણકારી મળી જશે.

કોણ ખોલાવી શકે છે KCC એકાઉન્ટ

KCC ખાતામાં ક્રેડિટ બેલેન્સ પર બચત બેન્કના દરે વ્યાજ આપવામાં આવે છે. તમામ KCC એકાઉન્ટ હોલ્ડર્સને ફ્રી એટીએમ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. ખેડૂતોને 3 લાખ સુધીની લોન પર 2 ટકા પ્રતિ વર્ષના દરે વ્યાજની છૂટ મળે છે. જલ્દી લોન ચુકવનારાઓને 3 ટકા પ્રતિ વર્ષના દરે વ્યાજમાં એક્સ્ટ્રા છૂટ મળે છે.

કિસાન

તમામ ખેડૂત અથવા ખેતીમાં લાગેલા લોકો KCC ખાતુ ખોલાવી શકે છે. ભાડા પટ્ટે ખેતી કરનાર ખેડૂત પણ KCC ખાતુ ખોલાવી શકે છે. ભાડા પટ્ટે ખેતી કરતા ખેડૂત સહિત સ્વયં સહાયતા સમૂહ પણ આ ખાતુ ખોલાવી શકે છે.

એપ્લીકેશન ફોર્મ ફોટો આઇડી જેવા મતદાર ઓળખ પત્ર, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે એડ્રેસ પ્રુફ જેવા કે મતદાર ઓળખ પત્ર, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે.

Read Also

Related posts

અગત્યનું/ તમારુ વોટર આઇડી કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? જાણી લો ચેક કરવાની રીત

Bansari

પ્રશાંત ભૂષણના ટ્વિટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

Mansi Patel

પરીક્ષાથી વંચિત વિદ્યાર્થી માટે ગુજરાત યુનિ આજથી ત્રીજા તબક્કામાં યોજાશે ખાસ પરીક્ષા- 800 વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!