GSTV

દિવાળી ઉપર હવાઈ મુસાફરી કરતા યાત્રિકો માટે આવ્યા મોટા સમાચાર, હવે એરપોર્ટ ઉપર ચેક-ઈન માટે આપવો પડશે આટલો ચાર્જ

દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગોએ યાત્રિકોને હવાઈમથકો ઉપર ચેક ઈન કરવા માટે ફી લેવાનું શરૂ કરી દીધું છે. ઈન્ડિગો તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જો યાત્રિકો હવાઈમથકો ઉપર કાઉન્ટર ઉપર ચેકઈન કરાવે છે તો તેને 100 રૂપિયાની ફી દેવાની રહેશે. વિમાન કોવિડ-19ના કારણે વિમાન કંપનીઓ રોકડની ઉણપ વર્તાઈ રહી છે જેના કારણે ઓપરેટર રાજસ્વ વધારવા માટે નવી રીતની શોધ કરી છે.

વેબ ચેકઈન ઉપર નહીં લાગે ફી

ઈન્ડિગો એરલાઈનને સ્પષ્ટ કર્યું છે કે, જે યાત્રિકો કંપનીની વેબસાઈટ કે મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ચેક ઈન કરશે તો તેને વધારાની ફી નહીં દેવી પડે. તો કંપનીનું કહેવું છે કે, વેબ ચેકઈનને પ્રોત્સાહન દેવા માટે કાઉન્ટર ઉપર યાત્રિકોને ચેકઈન કરવા ઉપર ફી લેવામાં આવી રહી છે.

ઈન્ડિગોએ દિવાળી ઉપર 60 ટકા પરિચાલનની આશા કરી વ્યક્ત

હવાઈ યાત્રિકોની સંખ્યાના હિસાબે દેશની સૌથી મોટી વિમાન સેવા કંપની ઈન્ડિગોએ દિવાળી સુધી કોવિડ-19થી પહેલાની સરખામણીમાં 60 ટકા ફ્લાઈટો પરિચાલન ઉપર પહોંચવાની આશા વ્યક્ત કરી છે. દેશમાં લોકડાઉન દરમયાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો સરકારે અનલોક હેઠળ 25 મેના રોજ ઘરેલુ રૂટ્સ ઉપર ફ્લાઈટોને સુચારૂ કરવાની મંજૂરી આપી છે.

અનલોકની શરૂઆતમાં ઓછા યાત્રિકોએ કરી યાત્રા

ઈન્ડિગોના જણાવ્યા પ્રમાણે લોકડાઉન બાદ જ્યારે દેશમાં ઘરેલુ ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવી તો ઘણા ઓછા યાત્રિકોએ હવાઈ યાત્રા કરી હતી. આ દરમયાન કંપનીએ ઓગષ્ટ મહિનામાં માત્ર 32 ટકા ફ્લાઈટોનું પરિચાલન કર્યું હતુ. તો કંપનીએ આવનારા બે મહિનામાં 60 ટકા ફ્લાઈટોનું પરિચાલન થવાની આશા વ્યક્ત કરી છે.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!