GSTV
Home » News » પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ: આ ચાર નવી રીતથી જાણો તમારું PF Balance

પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ: આ ચાર નવી રીતથી જાણો તમારું PF Balance

જો તમે નોકરી કરતાં છો તો નિશ્વિત રીતે તમારી સેલેરીમાંથી પીએફ કપાતુ હશે. ત્યારે ઘણા લોકોને એ જાણવું હોય છેકે, આખરે આટલા વર્ષોથી પીએફ કટ થઈ રહ્યુ છે તો અત્યાર સુધીમાં તે કેટલું થયુ છે. બધીજ જૂની કંપનીઓનું પીએફ એક સાથે જમા થઈ ગયુ કે નહી. આ બધી વાતો જાણવા માટે આજે અમે તમને બેલેન્સ ચેક કરવાની રીત જણાવીશું,

આમ તો પોતાનું પીએફ બેલેન્સ ચેક કરવા માટે ઘણી બધી રીતો છે. પરંતુ સૌથી જરૂરી છેકે, તમારી પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર(UAN) હોવો જોઈએ. અને તમે અત્યાર સુધીમાં જ્યા-જ્યાં કામ કર્યુ છે તે દરેક જગ્યાએ તેજ UAN નંબર હેઠળ લિંકઅપ થયેલું હોવું જોઈએ. તમે એપ્લિકેશન, એસએમએસ, મિસ્ડકોલ અથવા ઈપીએફઓ (EPFO)ની વેબસાઈટ દ્વારા તમારુ (PF) બેલેંસ જાણી શકો છો.

EPFOની વેબસાઈટથી જાણો

ઈપીએફઓ (EPFO)ની વેબસાઈટwww.epfindia.gov.in ઉપરથી પણ તમે તમારુ પીએફ પાસબુકના પેજ ઉપર જઈ શકો છો. તેના સિવાય EPFની પાસબુક એક અલગ વેબસાઈટ ઉપર પણ ખૂલે છે. સૌથી પહેલાં www.epfindia.gov.inની વેબસાઈટ પર જાઓ. પછી અહી અમારી સેવાઓનાં કોલમમાં ફોર એમ્પલોઈ બટન ઉપર ક્લીક કરો. સેવાઓ ટેબમાં મેમ્બર પાસબુક ઉપર ક્લિક કરો તો સીધું પાસબુક પેજ જ ખૂલશે. આમ તો તમે સીધા જ ttps://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp ઉપર ક્લિક કરીને પણ જઈ શકો છો. અહીં સુનિશ્વિત કરી લો કે તમારો યુએએન (UAN) એક્ટિવ હોય. હવે તમે અહીં લોગઈન કરીને તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

SMS દ્વારા જાણો

SMSના માધ્યમથી PF બેલેન્સ ચેક કરવા માટે જરૂરી છેકે, યુએએન (UAN) ઈપીએફઓ (EPFO)ની પાસે રજીસ્ટર્ડ હોય. પીએફ બેલેન્સની જાણકારી SMSના માધ્યમથી ત્યારે જ મળશે. તેના માટે તમારે 7738299899 પર મેસેજ કરવો પડશે. જો અંગ્રેજીમાં જાણકારી જોઈતી હોય તો EPFOHO UAN ENG લખીને મોકલો અને જો હિંદીમાં જાણકારી જોઈતી હોય તો EPFOHO UAN HIN લખીને મોકલો. અંગ્રેજી, હિંદી સિવાય આ સેવા પંજાબી, મરાઠી, હિંદી, કન્નડ, તેલુગૂ, તામિળ, મલયાલમ અને બંગાળીમાં પણ ઉપલબ્ધ છે.

મિસ્ડ કોલથી જાણો

મિસ્ડકોલ કરીને પણ પીએફનું બેલેન્સ જાણી શકાય છે. જો તમે યૂએએન (UAN) પોર્ટલ પર રજીસ્ટર્ડ છો. તો તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડકોલ કરી દો. ત્યારબાદ ઈપીએફઓ (EPFO)માંથી એક એસએમએસ મળશે. જેમાં તમારા પીએફ ખાતાની ડિટેલ હશે. જરૂરી વાત એ છેકે, યૂએએન (UAN) સાથે બેંક એકાઉન્ટ, પૅન અને આધાર (AADHAR) ત્રણે લિંક હોવા જોઈએ.

EPFO એપ્લિકેશનથી જાણો

પીએફ બેલેન્સ જાણવા માટે ઈપીએફઓ (EPFO)ની એમ સેવા એપ પણ તમારી મદદ કરી શકે છે. જો ગૂગલના પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ મેમ્બર ઉપર ક્લિક કરો. અહીં તમે બેલેન્સ/પાસબુક સેક્શનમાં જાઓ. અહીં પણ તમને યૂએએન (UAN) અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!