GSTV
Home » News » જાણો મમતાએ ત્રણ દિવસ ચાલેલા પોતાના ધરણાને કેમ સમેટી લીધા ?

જાણો મમતાએ ત્રણ દિવસ ચાલેલા પોતાના ધરણાને કેમ સમેટી લીધા ?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઇ પૂછપરછ કરી શકશે પણ હાલ ધરપકડ નહીં કરી શકે. જેને પગલે સીબીઆઇ અને કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેસેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે સુપ્રીમનો ચુકાદો અમારી મૌલિક જીત છે. બાદમાં મમતાએ ત્રણ દિવસ ચાલેલા પોતાના ધરણાને સમેટી લીધા હતા. મમતાએ જણાવ્યું હતું કે સીબીઆઇના અધિકારીઓ રાજીવ કુમારની ધરપકડ કરવા માટે જ આવ્યા હતા, અને તેમની પાસે કોઇ પણ પ્રકારનું વોરંટ પણ નહોતું. રાજ્ય સરકાર સાથે પણ કોઇ જ વાતચીત સીબીઆઇએ નહોતી કરી અને સીધા ધરપકડ કરવા માટે આવી ગયા હતા. પણ સુપ્રીમ કોર્ટે હવે સીબીઆઇને ફટકાર લગાવી છે અને રાજીવ કુમારની ધરપકડ પર રોક લગાવી છે, આ પશ્ચિમ બંગાળની જનતાની મૌલિક જીત છે. બાદમાં મમતાએ સાંજે ધરણા સમેટી લીધા હતા.

મમતાએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આ આદેશને આવકારીએ છીએ અને તેનું પાલન કરીશું. મમતા બેનરજી રવિવારથી ધરણા પર બેસી ગયા હતા, તેઓએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર સીબીઆઇનો દુરુપયોગ કરી રહી છે અને દેશના આમ નાગરીકોને દબાવી રહી છે. બંધારણને ખતરો છે અને તેની સુરક્ષા માટે પ્રાણ આપી દઇશ પણ સમજુતી નહીં કરું. મમતાએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જણાવ્યું હતું કે આમ આદમી, લોકશાહી અને બંધારણની જીત છે. સીબીઆઇ મનફાવે તેમ કોઇની ધરપકડ ન કરી શકે. હું માત્ર કોલકાતાના પોલીસ કમિશનર નહીં પણ આ દેશના કરોડો નાગરીકો માટે હાલ લડી રહી છું.

મમતાએ આરોપ લગાવ્યો હતો કે બંધારણને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ કોઇ સામાન્ય વાત નથી પણ સમગ્ર દેશ પર તેની ગંભીર અસર થઇ રહી છે. અને આ લડાઇમાં વિપક્ષના અનેક નેતાઓ મારી સાથે છે. નોંધનીય છે કે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડું, ડીએમકેના નેતા કનીમોઝી,આરજેડીના તેજસ્વી યાદવ, સપાના અખિલેશ યાદવ, આપના વડા અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહીતના વિપક્ષના નેતાઓએ મમતાને સમર્થન આપ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપ, મોદી અને સીબીઆઇ સામે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્રીજા દિવસે પણ પ્રદર્શન કર્યું હતું અને પુતળા સળગાવ્યા હતા.

Related posts

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!