GSTV

આ રહ્યા વર્ષના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, Airtel, Vodafone, Jio દરેકમાં મળી રહ્યા છે આ ફાયદા

ડેટા અને ફ્રી કોલિંગ

રિલાયન્સ જીયો, એરટેલ અને વોડાફોન (Airtel, Vodafone, Jio) પોતાના યુઝર્સ માટે એક વર્ષની વેલિડિટી વાળા ઘણા પ્લાન ઓફર કરી રહ્યા છે. આખા વર્ષનો પ્લાન લેવામાં સૌથી મોટો ફાયદો એ છે કે યુઝર્સને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી છુટકારો મળી રહે છે. તે ઉપરાંત તે દર મહિનાના રિચાર્જ કરતા તે સસ્તુ પણ પડે છે. એવામાં અમે તમને આ ત્રણેય કંપનીઓના એક વર્ષની વેલિડિટી વાળા આ પ્રીપેડ પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી સસ્તા છે.

Airtelનો 1498 વાળો પ્લાન

Airtel

એરટેલ આમ તો એક વર્ષ વાળા ઘણા પ્લાન આપી રહ્યું છે પરંતુ તેમાં સૌથી સસ્તો પ્લાન 1498 રૂપિયા વાળો છે. તેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. યુઝર્સને 24 જીબી ડેટા મળે છે. જેને તમે 2 જીબી દર મહિને ગણી શકો છો. પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને 3600 SMS મળે છે.

Vodafone નો 1499 રૂપિયા વાળો પ્લાન

Vodafone

વોડાફોન અને એરટેલના પ્લાનમાં કોઈ ખાસ અંતર નથી. 365 દિવસની વેલિડિટી વાળો આ વોડાફોનનો સૌથી સસ્તો પ્લાન છે. તેમાં 24 જીબી ડેટા દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 3600 SMS મળે છે. આ ઉપરાંત યુઝર્સને વોડાફોન પ્લે અને Zee5 એપનું સબ્સક્રિપ્શન મફત મળે છે.

Jio નો 1299 રૂપિયા વાળો પ્લાન

jio

રિલાયન્સ જીયોનો આ પ્લાન આખા એક વર્ષ માટે તો નથી પરંતુ તેમાં ગ્રાહકોને લગભગ 11 મહિનાની વેલિડિટી મળે છે. જીયોનો આ પ્લાન 336ની વેલિડિટીની સાથે આવે છે. તેમાં જીયોથી જીયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે ત્યાં જ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 12000 નોન-જીયો મિનિટ્સ મળે છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!