ઘણા લોકો ઘર ખરીદવા માટે હોમ લોનની મદદ લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે વ્યાજ દર જરૂર જોશો. આ પડતા વ્યાજ દર વ્યવસ્થામાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI) અને એચડીએફસી લિમિટેડ સહિત લગભગ દરેક બેન્કોએ પોતાની હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. અમુક બેન્કોના દર 7 ટકાથી પણ નીચે આવી ગયા છે જે હોમ લોન લેનાર માટે ખુબ સારી તક કહી શકાય. આવો જાણીએ કે કઈ બેન્ક છે જેના પરથી 7 ટકાથી ઓછા વાર્ષિક વ્યાજ દર પર હોમ લોન લઈ શકાય છે.
આ બેન્ક આપી રહ્યું છે સૌથી સસ્તી હોમ લોન
યુબીઆઈએ પોતાની હોમ લોન વ્યાજ દર 6.7 ટકા સુધી ઘટાડી દીધી છે. યુબીઆઈની હોમ લોન વ્યાજ દર ઈબીએલઆર સાથે લિંક્ડ છે. ધ્યાન રાખો કે આ કામ વ્યાજ દર પર હોમ લોન એજ ગ્રાહકોને મળશે જેમનો સિબિલ સ્કોર 700થી વધુ હોય. યુબીઆઈમાં જ જોબ કરનાર મહિલા, જેમનો સિબિલ સ્કોર 700થી વધુ છે તો 6.70 ટકા પર હોમ લોન મળશે. બેન્કમાં નોકરી કરનાર પુરુષને 6.75 ટકા પર હોમ લોન મળશે. તે ઉપરાંત નોન-સેલેરિડને પણ 6.90 ટકાના દર પર હોમ લોન મળી જશે.

આ બેન્કોમાં હોમ લોન પર મળી રહ્યું છે સૌથી ઓછું વ્યાજ દર
- બેન્ક ઓફ બરોડા- 6.85 ટકા
- બેન્ક ઓફ ઈન્ડિયા- 6.85 ટકા
- સેન્ટ્રલ બેન્ક- 6.85 ટકા
- કેનરા બેન્ક- 6.90 ટકા
- પંજાબ એન્ડ સિંઘ બેન્ક-6.90 ટકા
- યુકો બેન્ક-6.90 ટકા
- એચડીએફસી લિમિટેડ- 6.90 ટકા
- એચડીએફસી બેન્ક- 6.95 ટકા
- એસબીઆઈ-6.95 ટકા
- આઈસીઆઈસીઆઈ બેન્ક- 6.95 ટકા
- પંજાબ નેશનલ બેન્ક- 7 ટકા

લોન લેતી વખતે આ વાતોનું પણ ધ્યાન રાખો
હોમ લોન લેતી વખતે ફક્ત ઓછા વ્યાજ દર પર જ ધ્યાન ન આપવું જોઈએ. વ્યાજ દર ઉપરાંત તમારે લેન્ડર્સની વિશ્વસનીયતા અને અન્ય ચાર્જીસની પણ તપાસ કરવી જોઈએ જે દરેક બેન્કમાં અલગ અલગ હોઈ શકે છે. ક્રેડિટ સ્કારમાં બદલાવની સાથે રિસ્ક પ્રીમિયમમાં પણ બદલાવ આવી શકે છે. તો જો તમે હોમ લોન લીધી છે તો ક્રેડિટ કાર્ડથી ચુકવણી પર મોડુ થવું જેવી બેદરકારીથી તમે હોમ લોન ઈએમઆઈનો બોઝો વધી શકે છે. માટે તમે ત્રિમાસીકના હિસાબે પોતાનો ક્રેડિટ સ્કોર ચેક કરતા રહો.
Read Also
- ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવાની માંગ, ગ્રાહકો ૨૦૦૦ કરોડના ખર્ચબોજાથી મુક્ત થશે
- સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે
- Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ
- સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો
- ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો