GSTV

OMG! ભારતના આ બે શહેર છે દુનિયામાં સૌથી સસ્તા, જાણો ગુજરાતનું શહેર છે કે નહીં

શહેર

સારા વાતાવરણ, સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેક વ્યક્તિનું સપનુ હોય છે. કોઇપણ શહેરમાં વસવાટ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઇ બાબત હોય તો તે છે બજેટ. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ દુનિયાના તે સૌથી સસ્તા શહેર, જ્યાં તમે રહેવાનો પ્લાન બનાવી શકો છો. ઇકોનૉમિક ઇંટેલિજેંસ યુનિટે 2020 વર્લ્ડ વાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જારી રહી છે. તેમાં દુનિયામાં સૌથી સસ્તા શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે.

દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જારી

શહેર

ઇકોનોમિક ઇંટેલિજેંસ યુનિટ (EIU) દ્વારા 2020માં વર્લ્ડ વાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના 130 શહેરોની રેન્કિંગ જારી કરી છે. તેમાં સૌથી મોંઘા શહેરોની યાદીમાં જ્યા હૉન્ગકૉન્ગ અને પેરિસ સામેલ છે. ત્યાં સૌથી સસ્તા શહેરોમાં ભારતના બેંગલોર અને ચેન્નઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સર્વે અનુસાર દુનિયાના સૌથી સસ્તા શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબરે એશિયાના બે શહેર દમિશ્ક અને તાશકંદ છે. સર્વે અનુસાર ભારતના બંને શહેર બેંગલોર અને ચેન્નઇ સંયુક્ત રૂપે 9મા સ્થાને છે, જ્યારે પાછલી રેન્કિંગની વાત કરીએ તો ચેન્નઇ 8મા, બેંગલોર 9મા અને નવી દિલ્હી 10મા સ્થાને છે.

કોરોનાની અસરને જાણવા માટે ફરીથી આ સર્વે કરવામાં આવ્યો

જણાવી દઇએ કે આ સર્વે વર્ષમાં એકવાર કરવામાં આવે છે પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાની અસરને જાણવા માટે ફરીથી આ સર્વે કરવામાં આવ્યો, જે બાદ 130 શહેરોની રેન્કિંગ જારી કરવામાં આવી છે. ઇકોનોમિક ઇંટેલીજન્સ યુનિટ દ્વારા કરવામાં આવતા આ સર્વેના આધાર કૉસ્ટ ઑફ લિવિંગ છે.

સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો ઘરમાં ખાવા-પીવા પાછળ થતો ખર્ચ, ભાડુ, દરરોજ ઑફિસ આવવા જવા માટે થતો ખર્ચ, વીજળી-પાણીનું બિલ સામેલ છે. આ ઉપરાંત શહેરના ટ્રાન્સપોર્ટ, માર્કેટને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવે છે.

દુનિયાના સૌથી સસ્તા શહેરની યાદીમાં પહેલા નંબરે દમિશ્ક, બીજા નંબરે તાશકંદ, ત્રીજા નંબરે લુસાકા અને કારાકસ, પાંચમા નંબરે અલ્માટી, છઠ્ઠા નંબરે કરાચી અને બ્યૂનસ આયર્સ, આઠમા નંબરે અલ્જીઅર્સ અને નવમા નંબરે બેંગલોર અને ચેન્નઇ આવે છે.

Read Also

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!