GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ સસ્તા પ્લાન સાથે Airtel આપી રહ્યું છે 4 લાખ રૂપિયાનો જીવન વીમો !!! જાણો શું છે ઓફર…

જીઓ અને એરટેલ બન્ને કંપનીઓ એક બીજાના મુકબલે પોતાના ગ્રાહકો માટે એકથી એક સારા પ્લાન લઈને આવે છે. અમુક પ્લાન ડેટાવાળા હોય છે તો અમુક પ્લાનમાં અનલિમિટેડ અને એમેઝોન પ્રાઈમ વીડિયો જેવી સુવિધાઓનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જીયો સાથે હરિફાઈને લઈને એરટેલે પણ ઘણા સારા પ્લાન લોન્ચ કર્યા છે. તેમાંથી એક સસ્તા પ્લાન પર 4 લાખ સુધીનો જીવન વીમા અને અન્ય ઘણી સેવાઓ મળી રહી છે. આવો જાણીએ શું છે પ્લાન

Wynk મ્યૂઝિક

રિલાયન્સ જીઓની જેમ જ એરટેલ પણ પોતાના ગ્રાહકોને વિંક મ્યૂઝિક એપનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. મ્યૂઝિક ઉપરાંત તમને એરટેલના 299 રૂપિયા વાળા પ્લાનમાં તમને એરટેલ એક્સટ્રીમ એપનું પણ સબ્સક્રિપ્શન મળી રહી છે. એવામાં તમે એરટેલ એક્સટ્રીમ એપ પર વીડિયો, ફિલ્મ અને લાઈવ ટીવી જોઈ શકશો. આ બધા ઉપરાંત તમને આ એપ પર ઓરિજનલ વીડિયો શો પણ જોવા મળશે.  

Norton મોબાઈલ સિક્યોરિટી

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમને નોર્ટન મોબાઈલ સિક્યોરિટી મળે છે. એવામાં તમે તેના દ્વારા પોતાના ફોન માટે એન્ટી વાયરસનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે તમને એન્ટી થેફ્ટ પણ મળે છે. સાથે જ કોઈ પણ પ્રાકરના વાયરસ અને હેકિંગ અટેકથી પણ તમારા ફોનને સુરક્ષા મળશે. મોટી વાત એ છે કે ભલે 299 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે પરંતુ નોર્ટન મોબાઈલ સિક્યોરિટી તમને પૂરા એક વર્ષ માટે મળશે.

ફ્રીમાં ભણતર

આ પ્લાન હેઠળ એરટેલ ચાર મહિના સુધી શો એકેડમીની અને ઓનલાઈન અભ્યાસ કરવાનો મોકો આપી રહી છે. શો એકેડમી ઘણા પ્રકારના કોર્સ ઓનલાઈન કરાવે છે જેને ફોટોગ્રાફી, કોડિંગ જેવા ઘણા કોર્સનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્લાનની સાથે તમને એક મહિના સુધી ફ્રીમાં પોતાની સુવિધાઅનુસાર ઓનલાઈ અભ્યાસ કરી શકો છો.

એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન

આ પ્લાનનો એક મોટો ફાયદો એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનનો છે. ફક્ત 299 રૂપિયામાં તમને 28 દિવસ સુધી રોજ 2.5 જીબી ડેટા મળે છે અને સાથે જ દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. રોજ 100 એસએમએસ પણ મળે છે.

4 લાખ રૂપિયા સુધીનો વીમો

આ પ્લાનમં એરટેલના ગ્રાહકોને 4 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે રહ્યો છે. જે એચડીએફસી લાઈફની તરફથી મળશે. આ વીમાનો ફાયદો 18થી લઈને 54 વર્ષની ઉંમરવાળા વ્યક્તિ જ ઉઠાવી શકે છે. આ પ્લાનની ખાસ વાત કરવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારના પેપરવર્ક અથવા મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. તેની સાથે જ વીમાની એક કોપીને ગ્રાહકોના ઘરે પહોંચાડી દેવામાં આવશે.

Read Also

Related posts

સુરતમાં કોરોનાએ ધારણ કર્યુ ભયાનક સ્વરૂપ: એક જ દિવસમાં 260 કેસ, આ વિસ્તારમાં સ્થિતિ ભયંકર

Bansari

વડોદરામાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, હજુ આટલા દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Bansari

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!