GSTV

કૃષિ કાયદો/ ચૌટાલાને શાહ પછી મોદીએ પણ નિરાશ કર્યા, મહાપંચાયતના ફિયાસ્કાથી ચૌટાલા ફફડી ગયા

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા બુધવારે નરેન્દ્ર મોદીને મળતાં હરિયાણામાં ભાજપ-જેજેપી સરકાર ડગુમગુ હોવાની વાતો ફરી શરૂ થઈ છે. ચૌટાલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે મંગળવારે અમિત શાહને મળ્યા હતા. શાહને મળતાં પહેલાં તેમણે જેપીપીના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા હતા કે જેથી પાછળથી બળવો ના થાય. શાહ સમક્ષ ચૌટાલાએ કૃષિ કાયદા રદ કરવાની રજૂઆત કરી હતી પણ શાહે કોઈ ખાતરી ના આપતાં ચૌટાલાએ મોદીને મળવાનો સમય માંગ્યો હતો.

કૃષિ કાયદા રદ કરવાની માગણી

મોદી સાથેની મુલાકાતમાં પણ ચૌટાલાએ ખેડૂતોનો આક્રોશ ઠંડો પાડવા કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી હતી. શાહની જેમ મોદીએ યોગ્ય પ્રતિસાદ ના આપતાં નિરાશ ચૌટાલા ભાજપને ટેકો પાછો ખેંચી લેવા વિચારી રહ્યા છે.

ફિયાસ્કાએ ચૌટાલાને ડરાવી દીધા

સૂત્રેના મતે, ખટ્ટરની કિસાન મહાપંચાયતના ફિયાસ્કાએ ચૌટાલાને ડરાવી દીધા છે. ખેડૂત આંદોલનના કારણે જેજેપીના ચાર ધારાસભ્યો પક્ષ છોડી ચૂક્યા છે. હવે બીજા બે ધારાસભ્યો ખસે તો ખટ્ટર સરકાર લઘુમતીમાં આવી જાય. ચૌટાલા આ સ્થિતીનું નિર્માણ થાય એવું નથી ઈચ્છતા તેથી એ બહુ જલદી કોઈ નિર્ણય લેશે.

READ ALSO

Related posts

બમ્પર કમાણીની તક/ નોકરી-ધંધાનો વિચાર પડતો મૂકી કરો મોતીની ખેતી, બસ કરવું પડશે આ કામ

Ankita Trada

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

Pritesh Mehta

હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!