GSTV
Home » News » મેઘના ચૌધરીના હત્યારાને કડક સજા કરવાની માંગ સાથે ચૌધરી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

મેઘના ચૌધરીના હત્યારાને કડક સજા કરવાની માંગ સાથે ચૌધરી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

સૌથી સુરક્ષિત ગણાતા ગુજરાતમાં છેલ્લાં ખાસ્સા સમયથી ગુન્હાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધતુ જાય છે. બે દિવસ અગાઉ દીન દહાડે એક છોકરીના વડગામના નાંદોત્રા ગામે હત્યા કરાઈ હતી. આ છોકરીનું નામ મેઘના ચૌધરી હતું. મેધના માટે આજે બનાસકાંઠાના લાખણી ખાતે ચૌધરી સમાજની સભા યોજાઈ હતી. આ સભામાં મૃતક મેઘના ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

બેઠક બાદ ચૌધરી સમાજ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને મેઘના ચૌધરીના હત્યારાને કડક સજા કરવાની માંગ કરી હતી. મેઘના ચૌધરીની હત્યા તેના જ ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતાં રાહુલ ભરથારી નામના શખ્સે કરી હતી. રાહુલ ભરથારીએ તીક્ષ્ણ હથિયારનાં ઘા જીકીને હત્યા કરી હતી. ત્યારે સભામાં આંજણા ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા હાજર રહ્યા હતા. અને હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!