GSTV

અરવિંદ કેજરીવાલ કરતાં પણ ઓછી ઉંમરમાં દિલ્હીનાં મુખ્યમંત્રી બન્યા હતા આ યાદવ નેતા, લોકો કહેતા હતા શેર-એ-દિલ્હી

Last Updated on February 11, 2020 by Mansi Patel

ઘણા ૨ ડિસેમ્બર ૧૯૯૩માં  દિલ્હીમાં રચાયેલી વિધાનસભાને પ્રથમ વિધાનસભા માને છે અને ભાજપના મદનલાલ ખુરાનાને પ્રથમ મુખ્યમંત્રી ગણે છે પરંતુ દિલ્હીના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન દેશ આઝાદ થયાના પાંચ વર્ષ પછી બ્રહ્મપ્રકાશ ચૌધરી ધરાવે છે. ૧૯૫૧માં દિલ્હી વિધાનસભાની પ્રથમ ચૂંટણી પૂર્ણ બહુમતિ મળી એ પછી  ૧૭ માર્ચ ૧૯૫૨ થી ૧૨ ફેબુ્આરી ૧૯૫૫ સુધી બ્રહ્મ પ્રકાશ દિલ્હીના મુખ્યમંત્રી રહયા હતા.

૧૯૫૬માં દિલ્હીની વિધાનસભા ભંગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં હતો. ૧૯૬૬માં દિલ્હીને મહાનગરપાલિકાનો દરજજો આપવમાં આવ્યો હતો.  ૧૯૯૧માં દિલ્હીના સંવિધાનમાં ફેરફાર કરીને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.  ૧૯૯૧માં બંધારણના ૬૯માં સુધારા મુજબ દિલ્હીને ૭૦ સભ્યોની એક વિધાનસભા આપવામાં આવી જેમાં ૧૨ સીટો અનામત રાખવામાં આવી અને નવા સિમાંકન મુજબ વિધાનસભા વિસ્તાર નકકી કરવામાં આવ્યા હતા.  

તત્કાલિન વડાપ્રધાન નેહરુએ દિલ્હીની ખુરશી પર બેસાડયા હતા 

૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા બ્રહ્મપ્રકાશને  દિલ્હીના ઉપ વિસ્તાર નાંગલોઇ બેઠક પરથી ચુંટાયા હતા. કોંગ્રેસના વિધાનસભ્યોએ બ્રહ્મપ્રકાશને નહી પરંતુ લાલા દેશબંધુ ગુપ્તાને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. લાલા દેશબંધુ મુખ્યમંત્રી પદના શપશ લે તે પહેલા તેમનું અવસાન થતા બ્રહ્મપ્રકાશ માત્ર ૩૪ વર્ષની ઉંમરે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. બ્રહ્વપ્રકાશ એ સમય દિલ્હીના રાજકારણમાં કદાવર નેતા પણ ગણાતા ન હતા. તેઓ કોંગ્રેસ નહી પરંતુ પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી તરફ ઝોક ધરાવતા હતા તેમ છતાં મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં પીએમ જવાહરલાલ નેહરુની મોટી ભૂમિકા હતી.

મુખ્યમંત્રી બ્રહ્નપ્રકાશ સામાન્ય માણસની જેમ બસમાં જ મુસાફરી કરતા

૧૯૫૨માં દિલ્હી આટલી ગીચ વસ્તી અને પ્રદૂષણ ધરાવતું શહેર ન હતું સાથે જ લોકોને વીજળી, પાણીથી માંડીને વિવિધ સમસ્યા નડતી હતી. બ્રહ્નપ્રકાશ લોકોની સમસ્યા જાણવા અને ઉકેલવા ગાડીમાં નહી પરંતુ સામાન્ય માણસની જેમ બસમાં જ મુસાફરી કરતા હતા. તેઓ વધુ લોકોને વધુ સમય આપી શકે તે માટે ચાલતા ચાલતા જ વાત કરવાનું પસંદ કરતા હતા. બ્રહ્મ પ્રકાશ કનોટ પ્લેસના રોડ પર સિકયોરિટી ગાર્ડ વીના સામાન્ય માણસની જેમ પસાર થતા હતા. તેઓ મુખ્યમંત્રી હોવા છતાં સમય કાઢીને લાયબ્રેરીમાં વાંચવા જતા હતા.

દિલ્હીમાં એ સમયે સરહદની પેલે પારથી સેંકડો શરણાર્થીઓ આવ્યા હતા. દિલ્હીની ડેમોગ્રાફી બદલાઇ રહી હતી પરંતુ બ્રહ્મપ્રકાશે પાકિસ્તાનથી પીડા ભોગવીને આવેલા શરણાર્થીઓની ખૂબ સેવા કરી હતી. સત્તાની સાઠમાંરીમાં મુખ્યમંત્રી પદેથી તેમને દૂર કરીને જીએનસિંહને મુખ્યમંત્રી બનાવાયા હતા. બ્રહ્નપ્રકાશે તેમની રાજકિય કારર્કિદી ચાલું રાખીને ચાર વાર લોકસભાના સાંસદ રહયા હતા પરંતુ સાદગી અને સરળતા કયારેય છોડી ન હતી. 

મુખ્યમંત્રી પદ છોડયું ત્યારે દિલ્હીમાં રહેવા ઘર પણ ન હતું 

આજના રાજનેતાઓને સરકારી ગાડીઓ અને બંગલાઓનો મોહ છુટતો નથી ત્યારે બ્રહ્મપ્રકાશ પાસે દિલ્હીમાં પોતાનું ઘર પણ ન હતું. નૈરોબીમાં જન્મેલા બ્રહ્મપ્રકાશ ૧૬ વર્ષના હતા ત્યારે માતા પિતા સાથે દિલ્હી આવ્યા હતા. ૧૧ ઓગસ્ટ ૨૦૦૧માં ભારત સરકારે બ્રહ્મપ્રકાશ ચૌધરીની યાદમાં ટપાલ ટીકિટ બહાર પાડી હતી. 

ચૌધરી અટકના કારણે લોકો તેમને જાટ સમુદાયના સમજે છે પરંતુ તે યુપીના યાદવ હતા. લાંબા સમય સુધી કોગ્રેસ પક્ષમાં રહયા પછી બ્રહ્મપ્રકાશે ૧૯૭૭માં કટોકટી પછીની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી લોકદળમાં જોડાયા હતા. વડાપ્રધાન મોરારજી દેસાઇની સરકારના પતન પછી ચરણસિંહ ચૌધરીની સરકારમાં અન્ન, ખેતી, સિંચાઇ મંત્રાલયના કેબિનેટ મંત્રી પણ રહયા હતા.

READ ALSO

Related posts

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!