GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની બેનામી સંપત્તિનો મામલો ફરીવાર પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની બેનામી સંપત્તિનો મામલો ફરીવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટના  વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ કોર્ટમાં અરજી કરી કે, સીબીઆઈને આદેશ આપવામાં આવે કે, મુલાયમસિંહ, અખિલેશ યાદવ અને પ્રતિક યાદવની સંપત્તિનો એક રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવામાં આવે.

આ મામલે કરવામાં આવેલી તપાસમાં યાદવ પરિવારની સંપત્તિ આવક કરતા વધારે મળી આવી હતી. જેથી આ મામલે કેસ ચલાવવાની માગ પણ કરવામાં આવ છે.  સીબીઆઈ પર એવા પણ આરોપ લગાવવામાં આવ્યા છે કે, ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલી તપાસ બાદ સીબીઆઈ દ્વારા કોઈપણ પ્રકારનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી.

મહત્વપૂર્ણ છે કે, 2013માં કરવામાં આવેલી તપાસ બાદ અખિલેશ અને મુલાયમની સંપત્તિ આવક કરતા 24 કરોડ વધુ મળી આવી હતી.  આ પહેલા 2007માં સુપ્રીમ કોર્ટે અખિલેશ. મુલાયમ અને ડિમ્પલ યાદવની સંપત્તિની તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

કોરોના મહામારી વચ્ચે ફાર્મા એક્સપોર્ટમાં ઉછાળો, ભારતની આ દવાઓની વિશ્વમાં માંગ વધી

Nilesh Jethva

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 2.18 લાખને પાર, 6 હજારથી વધુ લોકોના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!