GSTV

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

Last Updated on October 17, 2021 by pratik shah

છત્તીસગઢના રાયપુરમાં એક ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો, જેને પગલે CRPFના છ જવાનો ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી એક જવાનની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. હાલ આ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી હતી.

શિફ્ટિંગ દરમિયાન કારતૂસના બોક્સમાં આ વિસ્ફોટ થયો

તપાસ કરતા સામે આવ્યું કે શિફ્ટિંગ દરમિયાન કારતૂસના બોક્સમાં આ વિસ્ફોટ થયો હતો. જાણકારી અનુસાર CRPFની 211મી બટાલિયનના જવાનો સ્પેશિયલ ટ્રેનમાં જમ્મુ જઇ રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ નંબર બે પર ઉભી હતી તે સમયે જ આ વિસ્ફોટ થયો હતો. ઘટના સવારે 6.30 વાગ્યાની છે.

છ જવાનો ઘાયલ થઇ ગયા

CRPFના જણાવ્યા અનુસાર ડેટોનેટર બોક્સ ફાટવાને કારણે આ ઘટના બની હતી.  જેમાં છ જવાનો ઘાયલ થઇ ગયા છે અને હવલદાર વિકાસ ચૌહાણની સિૃથતિ ગંભીર છે. જવાનોને જમ્મુ લઇ જવા માટે 22 કોચ વાળી ટ્રેન બૂક કરાવાઇ હતી. ટ્રેનના નવમા કોચના ગેટ પાસે ડમી કારતુસ ડેટોનેટરથી ભરેલુ બોક્સ જવાનના હાથમાંથી છુટી ગયું હતું. જેને પગલે આ બ્લાસ્ટ થયો હતો. જે જવાનના હાથમાં આ બેગ હતી તેને જ સૌથી વધુ ઇજા પહોંચી છે.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!