છતીસગઢના રાયગઢના ૧૮ વર્ષનાએક વિદ્યાર્થીએ બોર્ડ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થી બીજી વખત નાપાસ થયો હતો. જેના લીધે તેણે આપઘાત કરી લીધો હતો.એવામાં એક આઇએએસ ઓફિસરે ફેસબૂક પર પોતાના બોર્ડ પરીક્ષાના નંબર સાથે અન્યોને પ્રેરણા આપી સમજાવ્યું કે જીવનમાં ઓછા માર્કસ આવે અથવા નાપાસ થઇએ તો જીવન પૂરૂ થઇ જતું નથી. તમારામાં છૂપાયેલી કાબેલિયત તમને આગળ સારો મોકો આપશે તો આવો જાણીએ.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા શું લખ્યું.
ર૦૦૯ની બેચના આઇએએસ અધિકારી હાલ છતીસગઢના કબીરધામ જિલ્લાના કલેકટર છે. જયારે તેમણે વાંચ્યું કે છતીસગઢ બોર્ડના પરિણામ બાદ એક વિદ્યાર્થીએ નાપાસ થવાથી આપઘાત કરી લીધો એટલે તેમને ઘણું દુખ થયું. તેમણે ફેસબૂક પર વિદ્યાર્થીઓને કહ્યું નિરાશ ન થાવ અને હાર પણ ન માનો. તે લખે છે કે આજ મે સમાચારપત્રમાં ચોંકાવનારા સમાચાર વાંચ્યા કે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાથી એક વિદયાર્થીએ આપઘાત કરી લીધો. હું તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અપીલ કરૂ છું કે તેઓ પરિણામને ગંભીરતાથી ન લે. આ એક નંબર ગેમ છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાના આગળ કેટલાય મોકા મળશે.
વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા આઇએએસ અધિકારીએ પોતાના ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાના પરિણામ અને કોલેજના પરિણામ ફેસબૂક ઉપર મુકયા હતા.જેમાં તેમને ધો.૧૦ની પરીક્ષામાં ૪૪.પ ટકા અને ધો.૧રની પરીક્ષામાં ૬૦.૭ ટકા માર્કસ મળયા હતા. તેમણે ધો.૧૦ ૧૯૯૭, ધો.૧ર ૧૯૯૮માં પાસ કર્યું હતું અને સ્નાતક પરીક્ષા ર૦૦રમાં પાસ કરી હતી. ભલેને અવનીશકુમાર શરણને ઓછા માર્કસ મળયા હોય પણ તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરીને બતાવી દીધું કે કોઇ પણ વ્યકિતની કાબેલીયત નંબર (માર્કસ ) જોઇને આંકી શકાતી નથી.
તમને એ જણાવીએ કે છતીસગઢ બોર્ડનું ધો.૧૦-૧રનું પરિણામ ૧૦ મે ના રોજ જાહેર થયું હતું અને તેમણે ૧૧ મેના રોજ ફેસબૂક ઉપર પોતાની પોસ્ર્ટ શેર કરી હતી. જે કોઇ વિદયાર્થી પરીક્ષામાં સારો દેખાવ કરી શકયા નથી તેવા વિદયાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન માટે જ તેમણે આ પોસ્ટ શેર કરી હતી.
તેઓ લખે છે કે જયાં સુધી વિદયાર્થી પોતાના ધ્યેય, લક્ષ્ય મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે ત્યાં સુધી તેમને મોકા મળતા રહેશે.શાળામાં મળતા નંબર કે માર્કસથી ભવિષ્ય શા માટે નકકી કરીએ? એને જલ્દી ખતમ કરી દેવા જોઇએ કારણ કે પરીક્ષાના પરિણામ જ દૂનિયાનો અંત નથી.
Read Also
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર
- એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ
- અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા