GSTV

ભાજપના જે પણ નેતાઓએ પોતાના ધર્મની બહાર લગ્ન કર્યા છે, શું તેમના પર લવ જિહાદનો કાયદો લાગશે ખરાં !

દેશમાં લવ જિહાદનો મુદ્દો ફરી એક વાર ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી એક બાજૂ કાયદો બનાવવાનો પક્ષમાં છે, ત્યાં વળી કોંગ્રેસ પાર્ટી તેના વિરોધમાં ઉતરી આવી છે. કોંગ્રેસ નેતાઓ દરરોજ નવા નવા નિવેદનો આપી આ મુદ્દાને વધારે ચગાવતા જોવા મળી રહ્યા છે.

ત્યારે હવે આ મુદ્દાને લઈને કોંગ્રેસ નેતાઓ એક પછી એક એમ દરેક ભારતીય જનતા પાર્ટી પર આક્રમક વલણ અપનાવતા કટાક્ષ કરી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે, ભાજપના જેટલા પણ નેતાઓએ અન્ય ધર્મમાં લગ્ન કર્યા છે, શુ તેમના પર પણ ‘લવ જિહાદ’ લાગૂ પડશે ખરો ?

છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલે કહ્યુ હતું કે, હું ભાજપના નેતાઓને પૂછવા માગુ છુ કે, જે ભાજપના નેતાઓએ અથવા તેમના પરિવારના લોકોએ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કર્યા છે, શું તે લોકો લવ જિહાદના દાયરામાં આવશે કે નહીં.

ભૂપેશ બઘેલ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારના રોજ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, લવ જિહાદ શબ્દ ભાજપનો દેશને વિભાજીત કરનારો શબ્દ છે. લગ્ન વ્યક્તિગત સ્વતંત્રતાનો મામલો છે. ત્યારે તેના પર કાયદો લાવવો એ સંપૂર્ણ રીતે અસંવૈધાનિક છે.

આપને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશ બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ હાલમાં એક ચૂંટણી રેલીમાં વચન આપતા જણાવ્યુ હતું કે, ગૃહવિભાગને લવ જિહાદ અંતર્ગત કડક કાયદો બનાવવા માટે પ્રસ્તાવ મોકલી આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!