પુલવામા હુમલા બાદ ચારો ખાને ચીત્ત પાકિસ્તાનને મોટો ઝાટકો, FATFએ લગાવી ફટકાર

પુલવામા હુમલા બાદ ચારે બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનને મોટો ઝાટકો લાગ્યો. પેરિસમાં આયોજિત ફાઈનાન્શિયલ એક્શન ટોસ્ક ફોર્સની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને પાકિસ્તાનને FATFના લિસ્ટમાં યથાવત્ રાખવામાં આવ્યું. પાકિસ્તાને પુલવામા હુમલાની ઘટના બાદ વૈશ્વિક દબાણથી બચવા જમાત ઉદ દાવા પર પ્રતિબંધ લગાવવા નવો પેતરો શરૂ કર્યો હતો.

જેમા પાકિસ્તાનને ઘોર નિષ્ફળતા મળી. FATF આગામી જૂન અને ઓક્ટોબર માસમાં આ મામેલ રિવ્યૂ પણ કરશે. આ સાથે FATFએ પાકિસ્તાનને ચેતાવણી આપી કે, પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરે અને પોતાની ટાઈમલાઈનને ન ભૂલે. પાકિસ્તાન આવું નહીં કરે તો તેના પરિણામ ભોગવવા માટે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે. FATFએ પાકિસ્તાનના સલાહ આપતા કહ્યું કે, પાકિસ્તાન પાસે જેટલો સમય છે તેમા પોતાનો ટાર્ગેટ પુરો કરવા કામ કરે. મહત્વપૂર્ણ છે કે, FATFએ આતંકવાદ વિરૂદ્ધ લડતા દેશોને આર્થિક મદદ કરે છે. જેથી FATFએ લગાવેલી ફટકાર બાદ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter