GSTV

ઇમરજન્સીમાં મદદ માટે કોન્ટેક્ટ લિસ્ટ જોઇએ કે પછી કોરોનાને લગતી માહિતી, ચેટબોટ આ રીતે આવશે તમારા કામ

ચેટબોટ

Last Updated on May 10, 2021 by Bansari

ચેટબોટ વિશે થોડું જાણ્યા પછી હવે તમારી વોટ્સએપ એપમાં જાઓ, તેમાં ‘પિનકોડ’ શબ્દ સર્ચ કરી જુઓ અને કોઈ ગ્રૂપમાં ફોરવર્ડ થઈને આવેલો આ મેસેજ શોધી કાઢો. આ વખતે માત્ર પિનકોડ લખવાને બદલે ચેટબોટ પાસેથી કોરોના સબંધિત માહિતી મેળવવાનો પ્રયાસ કરો. તમે ‘નમસ્તે’ કે ‘હેલ્લો’ કહીને વાતની શરૂઆત કરી શકો છો. એટલું કરતાં, કોરોના સંબંધિત ઇમર્જન્સીમાં મદદ માટેની સંપર્ક માહિતી તથા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની લિંક મળશે. તેની સાથે કુલ ૯ મુદ્દાની એક યાદી મળશે. તમે એમાંથી કોઈ પણ નંબર લખો, જેમ કે 8, તો કોરોનાનું જોખમ ઘટાડવા સંબંધિત માહિતી મળે. સાથે હિન્દીમાં માહિતી જોઈતી હોય તો હિન્દી કે ઇંગ્લિશમાં હિન્દી ટાઇપ કરવા કહેવામાં આવશે.

તમે આટલું કરશો એટલે સમજાઈ જશે કે આ ચેટબોટ એક પ્રકારે પોપટ છે!

તેને ગોખાવવામાં આવ્યું હોય એટલું જ એ બોલી શકે છે. જોકે આ પોપટ થોડો સ્માર્ટ છે. તમે હિન્દીને બદલે ગુજરાતી લખશો તો એ તરત કહેશે કે ‘‘હું ઇંગ્લિશ અથવા હિન્દીમાં બોલી શકું છું.’’

પછી તમે ‘‘વ્હેર કેન આઇ ગેટ વેક્સિનેશન?’’ એમ પૂછશો તો એ તમને ૬ અંકનો પિન કોડ ટાઇપ કરવા કહેશે. હવે તમે પિન કોડ ટાઇપ કરવાને બદલે બીજું કંઈ લખશો તો એ કહેશે કે ‘‘હું તમારી વાત સમજવાનો પ્રયાસ કરું છું, પરંતુ એ મારી ક્ષમતા બહારની વાત લાગે છે.’’

આપણે લખેલી વાત થોડી પણ કોરોના સંબંધિત હશે તો એ તેને સંબંધિત, ક્રમબદ્ધ જુદા જુદા મુદ્દા જણાવશે અને કહેશે કે આમાંથી કોઈ મુદ્દા વિશે વધુ જાણવું હોય તો તેનો ક્રમ લખો…. આટલુ કર્યા પછી, તમને ચેટબોટ શું છે એનો ખાસ્સો અંદાજ આવી જશે!

Read Also

Related posts

Smart work / કમ્પ્યુટર-લેપટોપમાં જો બનાવવું હોય તમારું કામ સરળ તો કરો અજમાવી જૂઓ આ ટ્રીક્સ

Vishvesh Dave

ગૂગલ અપનાવશે એપલની સ્ટ્રેટેજી/ ફેસબુકે એપલની જે સ્ટ્રેટેજીનો કર્યો હતો વિરોધ, ગુગલ યુઝર્સ ડેટા માટે લાવી રહ્યું છે એ પોલિસી

Harshad Patel

પરિવર્તનના નવા પવનનું નામ છે ચેટબોટ, સવાલ પૂછ્યાના ગણતરીના સેકન્ડમાં જ મળી જાય છે જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!