GSTV

પરિવર્તનના નવા પવનનું નામ છે ચેટબોટ, સવાલ પૂછ્યાના ગણતરીના સેકન્ડમાં જ મળી જાય છે જવાબ

Last Updated on May 10, 2021 by Bansari

હજી થોડા સમય પહેલાં કોરોના રસીકરણ કેન્દ્રોમાં રસીની પૂરતી વ્યવસ્થા હતી, પણ લોકોમાં જોઈએ એટલો ઉત્સાહ નહોતો. હવે ડરના માર્યા લોકોને રસી લેવાનો ઉત્સાહ જાગ્યો છે, તો રજિસ્ટ્રેશન વિના સીધા કેન્દ્ર પર જઈ શકે એવા ૪૫ વર્ષથી ઉપરના લોકોને રસી મળતી નથી અને ૧૮ વર્ષથી ઉપરના લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સ્લોટ મળતો નથી!

whatsapp

આ જ કારણે, તમને પણ વોટ્સએમાં કંઈક આ પ્રકારનો ફોરવર્ડેડ મેસેજ મળ્યો હશે ‘‘ઉપરના મેસેજમાં માત્ર પિનકોડ ટાઈપ કરો અને સેન્ડ કરો, તમારા વિસ્તારમાં નજીકના વેક્સિન સેન્ટરની વિગત તમને વૉટ્સએપ મેસેજથી મળશે.’’

તકલીફ એ છે કે વોટ્સએપમાં કોરોના, એનાથી બચવાના નુસ્ખા તથા રસીને સંબંધિત પાર વગરના સાચા-ખોટા અને બધી રીતે જોખમી બની શકે એવા મેસેજની ભરમાર હોય છે. એટલે તમે કદાચ આ મેસેજને પણ એવો ગણી લીધો હોય તો નવાઈ નહીં. જોકે આ મેસેજમાં આપણી કોઈ વિગત આપવાની નથી, માત્ર પિનકોડ આપવાનો છે. એટલે જો તમે ટ્રાય કરવા આગળ વધ્યા હશો, તો ઇન્ટરનેટ પર ફુંકાઈ રહેલા નવા પવનની એક લહેરખી તમે પણ માણી લીધી હશે.

ભારત સરકારે વોટ્સએપ પર શરૂ કરેલી એક હેલ્પલાઇન વાસ્તવમાં એક ચેટબોટ છે. અત્યાર સુધીમાં ત્રણેક કરોડથી વધુ લોકો તેની સાથે મેસેજિંગ કરી ચૂક્યા છે.

તમે માત્ર પિનકોડ આપ્યો હશે તો તરત જ તમને તમારી નજીકના રસીકેન્દ્ર અને ત્યાં ઉપલબ્ધ સ્લોટની માહિતી મળી હશે, અથવા કોઈ સ્લોટ ઉપલબ્ધ નથી એવો મેસેજ મળ્યો હશે.

અત્યારે તમને બધો રસ રસીમાં હોય એ સમજી શકાય એવું છે, પણ સાથોસાથ ટેકનોલોજીમાં પણ રસ હોય તો પિનકોડ આપતાં તરત માહિતી કેવી રીતે મળી એ મુદ્દામાં પણ રસ જાગવો જોઈએ. ભારત જેવડા દેશના ૧૮થી ૪૫ વર્ષના બધા યુવાનો અત્યારે રસી મેળવવા ઘાંઘા થયા હોય ત્યારે વોટ્સએપ પર એ બધાના સવાલોના જવાબ આપવા માટે, કોલ સેન્ટરની જેમ ટેલિકોલર્સની આખી ફોજ કામે લગાડો તોય લાઇન બિઝી જ આવે. એ જ કામ જો મશીન એટલે કે ચેટબોટને સોંપવામાં આવે તો – તમે કદાચ અનુભવ્યું હશે તેમ – ફટાફટ સવાલ-જવાબની આપલે થઈ શકે.

કસ્ટમર સપોર્ટ નાના મોટા બધા પ્રકારના બિઝનેસ માટે બહુ મોટો પ્રશ્ન હોય છે. એટલે જ એ સૌને અત્યારે ચેટબોટમાં ઊંડો રસ જાગ્યો છે. તમારો પણ નાનો-મોટો બિઝનેસ હોય તો તમે તમેય તમારો ચેટબોટ તૈયાર કરી શકો.

જો તમે સ્ટુડન્ટ હો અને આઇટીમાં જવાનો ઉત્સાહ હોય તો પણ તમારે આ ઇમર્જિંગ ટેક્નોલોજી વિશે જરા વિસ્તારપૂર્વક જાણવું સમજવું ખાસ જાણવું જરૂરી છે!

Read Also

Related posts

Smart work / કમ્પ્યુટર-લેપટોપમાં જો બનાવવું હોય તમારું કામ સરળ તો કરો અજમાવી જૂઓ આ ટ્રીક્સ

Vishvesh Dave

ગૂગલ અપનાવશે એપલની સ્ટ્રેટેજી/ ફેસબુકે એપલની જે સ્ટ્રેટેજીનો કર્યો હતો વિરોધ, ગુગલ યુઝર્સ ડેટા માટે લાવી રહ્યું છે એ પોલિસી

Harshad Patel

ઇમરજન્સીમાં મદદ માટે કોન્ટેક્ટ લિસ્ટ જોઇએ કે પછી કોરોનાને લગતી માહિતી, ચેટબોટ આ રીતે આવશે તમારા કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!