GSTV
Gujarat Government Advertisement

Facebook Messenger થી WhatsApp પર મોકલી શકાશે મેસેજ, આ રીતે કામ કરશે ફીચર

Facebook

Last Updated on April 19, 2021 by Damini Patel

સોશિયલ મીડિયા કંપની Facebook ઘણી પોપ્યુલર છે. કંપની યુઝર્સ માટે નવા ફીચર્સ લોન્ચ કરતી રહે છે. કંપની ઈચ્છે છે કે WhatsApp, Facebook Messenger અને Instagram Direct Messagesના યુઝર્સ એકબીજાને મેસેજ મોકલી શકે. કંપનીએ હાલ માં જ Facebook અને Instagram યુઝર્સ માટે ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગની સુવિધા લોન્ચ કરી હતી. હવે Facebook WhatsApp અને Facebook Messengerને ઇંટિગ્રેગેટ કરવાનું કામ કરી રહ્યું છે.

Messenger થી WhatsApp યુઝર સાથે કરી શકાશે ચેટ

Whatsapp

આ વાતનો ખુલાસો Alessandro Palluzi લીકસ્ટરે કર્યો છે. WABetaInfo અનુસાર કંપનીના Facebook Messenger એપમાં કેટલાક છુપાયેલા કોડ છે જે WhatsApp ચેટ્સને એપમાં બતાવી શકે છે. આ ફીચરને સૌથી પહેલા જુલાઈમાં જોવામાં આવ્યો હતો. હાલ આના પર કામ ચાલી રહ્યું છે. લીકસ્ટર અનુસાર તે રિવર્સ એન્જીનીયરીંગ કરી Facebook Messenger એપથી વોટ્સએપ યુઝર સાથે ચેટ કરી શકશે.

Paluzzi અનુસાર હાલ તમે કોઈ બીજા WhatsApp યુઝર સાથે ચેટ નહિ કરી શકો. Facebookના ચેટ એપમાં હાલ WhatsAppથી ચેટ કરવાની સુવિધા આપવામાં આવી નથી. ચેટ ઇન્ટરફેસ એકદમ Facebook જેવું દેખાય છે.

કંપની કરી રહી છે ટેસ્ટિંગ

આ એપના ચેટ બબલમાં WhatsApp યુઝર સાથે કરવામાં આવેલી ચેટમાં એક નાનો WhatsApp લોગો દેખાય છે. આ જણાવે છે કે આ ચેટ WhatsApp યુઝર સાથે કરવામાં આવી છે.

હાલ આ ટેસ્ટિંગ ફીચરને હટાવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમમાં Facebook ટ્રુ ક્રોસ-પ્લેટફોર્મ ચેટિંગ WhatsApp અને Facebook Messenge માટે લઇ શકાય છે. કંપની હાલ મલ્ટીપલ ડિવાઈઝ પર ક્રોસ ડિવાઈઝ મેસેજિંગ એપ વાળા ફીચર પર કામ કરી રહી છે.

હજુ હાલ એક લીક અનુસાર યુઝર જલ્દી WhatsApp ચેટ્સને Android અથવા iPhone ડિવાઈઝ પર ટ્રાન્સફર કરી શકે છે. કંપની હાલ આ ફીચર પર કામ કરી રહી છે. હજુ સ્પષ્ટ નથી કે આ ફીચર કંપની તરફથી ક્યારે જારી કરવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!