GSTV

પતિ રાજીવ સાથે ચારુએ સેલિબ્રેટ કરી દુર્ગાષ્ટમી, પરંપરાગત બંગાળી લૂકમાં દેખાઈ

ટીવી અભિનેત્રી અને સુષ્મિતા સેનની ભાભી ચારુ સોપા સોશિયલ મીડિયા ફ્રીક છે. તે ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. તે દરેક નાની મોટી બાબતો તેના ફેન્સ સાથે શેર કરે છે. આ દિવસોમાં તે પતિ રાજીવ સેન સાથે સમય વિતાવી રહી છે.

તાજેતરમાં ચારુએ પતિ રાજીવ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ કપલ ફોટામાં ટ્રેડિશનલમાં દેખાઈ રહ્યા છે. ચારુ દુર્ગાષ્ટમી માટે બંગાળી લૂકમાં તૈયાર થઇ છે. ફોટામાં તે એકદમ બંગાળી યુવતી જ લાગે છે.

લાલ અને સફેદ સાડી અને તેના પર ટ્રેડિશનલ જ્વેલરી ચારુના લૂકને કમ્પ્લીટ બનાવી રહી છે. મિડલ પાર્ટેડ બન અને ડાર્ક લિપશેડ હોઠથી ચારુનો આ આખો દેખાવ શાનદાર લાગી રહ્યો છે.

ફોટા શેર કરતી વખતે ચારુએ લખ્યું – હેપી દુર્ગાષ્ટમી. ચારુએ રાજીવ સાથે અનેક પોઝ પણ આપ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ફોટોઝને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફેન્સ ચારુના લૂકની પ્રશંસા કરતા થાકતા નથી.

ગયા મહિને ચારુ અને રાજીવ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. બંને તેમની પહેલી વર્ષગાંઠ પર પણ સાથે ન હતા. હવે બંને વચ્ચે બધું સારું થઈ ગયું છે.

બંને એક સાથે સમય પસાર કરી રહ્યા છે. એકબીજાને સમય આપી રહ્યા છે. ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. ચારુ અને રાજીવે વર્ષ 2019માં ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી.

READ ALSO

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!