GSTV
Gujarat Government Advertisement

ચાર્જરથી પણ હેક થઈ શકે છે તમારું લેપટોપ, આ રીતે રાખો ધ્યાન

Last Updated on March 6, 2019 by Arohi

હાલમાં લેપટોપ મોબાઈલ ફોન્સ જાણે લોકોના જીવન જરૂરીયાતમાં સૌથી પ્રથમ સ્થાને આવી ગયા છે. હાલમાં લોકો પોતાના લેપટેપ કે સ્માર્ટફોન વગર રહી નથી શકતા. આવામાં જ્યારે લેપટોચ હેકિંગનો શિકાર બને તો ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમે હેકિંગથી બચવા માટે લેપટોપને સિક્યોર રાખવાના પુરતા પ્રયત્નો તો કરતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે તમારું લેપટોપ ચાર્જરથી પણ હેક થઈ શકે છે?

લેપટોપ અને ડેસ્કટોપ કોમ્યૂટર્સ પહેલા કરતા વધારે જોખમમાં છે. આ વાત એક સ્ટડી પરથી સ્પષ્ટ થઈ છે. લેપટોપ અને કોમ્યૂટર્સ જેવા ડિવાઈસ પર ચાર્જર અથવા તો યૂએસબી પેન ડ્રાઈવની મદદથી હેક કરવામાં આવે છે. યૂનિવર્સિટીના રિસર્ચર્સએ પોતાની રીપોર્ટમાં જણાવ્યું છે કે હેકર્સ હવે ડોકિંગ સ્ટેશન, ચાર્જર જેવા પ્લગ ઈન ડિવાઈસની મદદથી થોડી જ સેકન્ડમાં કોઈપણ મશીનને હૈક કરી શકે છે.

હેકર્સને મદદ કરતી આ ખામી વિંડોઝ, મૈકઓએસ, લાઈનક્સ અને ફ્રીબીએસડીવાળા અને થંડરબોલ્ટ પોર્ટ્સવાળા કોમ્યૂટર્સમાં જોવા મળી છે. મોડર્ન લેપટોપ અને ડેસ્કટોપ તેનો ભોગ બની શકે છે. આ ગડબડ વિશે જાણવા માટે રિસર્ચર્સએ થંડરક્લૈપ નામના એક ઓપન સોર્સ પ્લેટફોર્મની મદદ લીધી.

આ થંડરબોલ્ટ ઈંટરફેસને સપોર્ટ કરતા કોમ્યૂટર્સમાં યૂએસબી સી પોર્ટની મદદથી પ્લગ કરી શકાય છે અને એટેકર્સની ટેકનિક્સની તપાસ કરવાની અનુમતિ આપે છે. સ્ટડી દરમિયાન તેમણે જાણ્યું કે નેટવર્ક અથવા તો ગ્રાફિક કાર્ડ જેવા પ્લગ ઈન ડિવાઈસ ઉપરાંત એટેકર્સ સૌથી સામાન્ય પેરિફેરલ્સ જેવા ચાર્જર, પ્રોજેક્ટરની મદદ પણ લઈ શકે છે. તેનાથી ચાર્જિંગ થશે અને સાથે જ એટેકર્સનું કામ પણ થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોદીના બદલાયા સૂર/ પાકિસ્તાનની વાતો કરતી મહેબૂબા સાથે ગાળ્યો સૌથી વધુ સમય, નેતાઓને ‘ડિનર’ની પણ કરી ઓફર

Damini Patel

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel

બબાલ મચી/ Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!