GSTV
Home » News » પેરિસમાં ત્રણ ટોપલેસ મહિલાઓએ ટ્રમ્પના કાફલાને અટકાવી દીધો, સુરક્ષાકર્મીઓ તૈનાત

પેરિસમાં ત્રણ ટોપલેસ મહિલાઓએ ટ્રમ્પના કાફલાને અટકાવી દીધો, સુરક્ષાકર્મીઓ તૈનાત

ફ્રાંસ પોલીસે પેરિસમાં રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલા તરફ આગળ વધેલી ત્રણ ટોપલેસ મહિલાદેખાવકારોની ધરપકડ કરી છે. પેરિસ ખાતે ટ્રમ્પ પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિના એકસો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા. ત્યારે ટોપલેસત્રણ મહિલા દેખાવકારોમાંની એકે પોતાની છાતી પર કથિત પણે નકલી શાંતિરક્ષક લખ્યું હતું.

આ મહિલા દેખાવકાર આડાશોને પાર કરીને કાફલા સુધીપહોંચી ગઈ હતી. અન્ય મહિલા પ્રદર્શનકારીને સુરક્ષાકર્મીઓ દૂર લઈ ગયા હતા. જ્યારેએક અન્ય મહિલા દેખાવકાર સુરક્ષાચક્ર તોડીને કાફલા તરફ દોડી હતી. આ ત્રણેય મહિલાદેખાવકારોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે પેરિસમાં લગભગ દશ હજારસુરક્ષાકર્મીઓની તૈનાતી હતી.

ફ્રાંસના ગૃહ પ્રધાન ક્રિસ્ટોફ કાસ્ટનરે કહ્યુ છે કે ટ્રમ્પની સુરક્ષાને કોઈપણ પ્રકારનો ખતરો નથી. મહિલાવાદી જૂથ ફેમેનની નેતાઓમાંથી એક ઈના શેવચેંકોએ પુષ્ટિ કરી છે કે તેમનું સંગઠન દેખાવોમાં સામેલ હતું. એક એક્ટિવિસ્ટે જણવ્યું છે કે તેમનું સંગઠન પેરિસમાં એવા નેતાઓની હાજરીનો વિરોધ કરી રહ્યું હતું કે જેઓ દુનિયાના મોટાભાગના ઘર્ષણો માટે જવાબદાર છે. તેમણે ટ્રમ્પ સિવાય રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ અર્દોઆનના પણ નામ લીધા હતા. કહેવામાં આવે છે કે દેખાવકારોને કારણે ટ્રમ્પનો કાફલો થોડીકવાર માટે થંભ્યો હતો.

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

Mayur

2 છોકરાઓ સાથે સંબંધ બનાવવાને લઈને ટીચરની ગઈ હતી નોકરી, હવે મળ્યા 6 કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!