GSTV

Breaking News: આવતીકાલે સવારે 11 વાગ્યે પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લેશે ચરણજીત સિંહ ચન્ની

Last Updated on September 19, 2021 by Zainul Ansari

હાલ પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના વિધાયક ચરણજિત સિંહ કરવામાં આવી હતી. રવિવારે સાંજે પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચન્નીની ચૂંટણી અંગે માહિતી આપી હતી. અગાઉ, સૂત્રો દાવો કરી રહ્યા હતા કે સુખજિંદર સિંહ રંધાવાને મુખ્યમંત્રી બનાવી શકાય છે પરંતુ, તેમના સિતારા ના ચમક્યા.રંધાવા ઉપરાંત અંબિકા સોની, સુનીલ જાખડ વગેરે પણ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ થયા હતા.

મુખ્યમંત્રી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીને શુભેચ્છા પાઠવી.તેમણે ટ્વિટ કર્યું કે, “શ્રી ચરણજીત સિંહ ચન્નીજીને તેમની નવી જવાબદારી માટે અભિનંદન. આપણે પંજાબના લોકોને આપેલા વચનો પૂરા કરવાનું ચાલુ રાખવું પડશે. તેમનો વિશ્વાસ સર્વોપરી છે. “

પંજાબના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ચરણજીત સિંહ ચન્ની રવિવારે સાંજે રાજ્યપાલને મળ્યા હતા. આ બેઠક બાદ તેમણે મીડિયાને કહ્યું કે, આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ સમારોહ થશે, જ્યાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.ચરણજીત સિંહ ચન્ની પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ રાજ્યપાલને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ચન્ની સોમવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

ચરણજીત સિંહ ચન્ની રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે. તેમના સમર્થકો પણ ચંદીગઢમાં રાજભવનની બહાર હાજર છે અને ઉજવણી કરી રહ્યા છે. કોંગ્રેસે ચન્નીને પંજાબના આગામી મુખ્યમંત્રી બનાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્ની પંજાબના આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે તેમને શુભકામનાઓ પાઠવી છે.

કેપ્ટને કહ્યું, ચરણજીત સિંહ ચન્નીને મારી શુભેચ્છાઓ. મને આશા છે કે, તે સરહદી રાજ્ય પંજાબને સુરક્ષિત રાખી શકશે અને સરહદ પારથી વધતા સુરક્ષા ખતરાથી આપણા લોકોને બચાવશે. કોંગ્રેસના ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બાદ સુખજિંદર રંધાવાએ કહ્યું કે તેઓ નિરાશ નથી.“તે કોંગ્રેસ હાઇકમાન્ડનો નિર્ણય છે અને હું તેનું સ્વાગત કરું છું.હું નિરાશ નથી.ચન્ની મારા નાના ભાઈ જેવો છે.

Read Also

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave

1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલશે, કેન્સર-ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની થશે સારવાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!