GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

પૃથ્વીના પેટાળમાં ભયાનક આવી રહ્યા છે જોખમી ફેરફારો : જાણો આવું કેમ થઈ રહ્યું છે, 9 ટકા ઘટી આ શક્તિ

પૃથ્વી હેરત ભર્યા બદલાવમાંથી પસાર થઈ રહી છે. તેના પેટાળમાં ખૂબ જ જોખમી ફેરફારો થઈ રહ્યા છે. પૃથ્વીની ચુંબકીય શક્તિ જમીનના મોટા ભાગ પર નબળી પડી છે. ચુંબકીય બળ એટલું નબળું થઈ ગયું છે કે, જો આ વિસ્તાર ઉપરથી વિમાન ઉડે તો તેનો સંપર્ક કરવો મુશ્કેલ બનશે. આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીના પૃથ્વીના ખૂબ મોટા 10 હજાર કિલોમીટર ભાગમાં, ચુંબકીય શક્તિ નબળી પડી છે. ચુંબકીય ક્ષેત્રની શક્તિ આ ક્ષેત્રથી 3000 કિલોમીટર નીચે પૃથ્વીના બાહ્ય કોર સુધી ઓછી થઈ છે.

સામાન્ય રીતે તે 32 હજાર નેનોટેસ્લા હોવું જોઈએ. પરંતુ 1970 થી 2020 સુધીમાં તે 24 હજારથી 22 હજાર નેનોટેસ્લા પર આવી ગઈ છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સેટેલાઇટ સ્વાર્મ પાસેથી આ માહિતી મળી છે. પૃથ્વીના આ ભાગ પર ચુંબકીય ક્ષેત્રમાં નબળાઇ હોવાને કારણે, જમીનની ઉપર સ્થિત ઉપગ્રહો અને ઉડતા વિમાનો સાથે સંચાર કે વાતચીત કરવી મુશ્કેલ થઈ શકે છે.

પૃથ્વીની ચુંબકીય શક્તિમાં 9 ટકાનો ઘટાડો

વૈજ્ઞાનિકોએ કહ્યું કે છેલ્લા 200 વર્ષોમાં પૃથ્વીની ચુંબકીય શક્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીની ચુંબકીય શક્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો તેને દક્ષિણ એટલાન્ટિક એનોમલી-અસંગત કહે છે.

પૃથ્વીની ચુંબકીય શક્તિને કારણે આપણે અવકાશમાંથી આવતા રેડિયેશનથી સુરક્ષિત છીએ. આ શક્તિની મદદથી, તમામ પ્રકારની સંચાર પ્રણાલી જેમ કે સેટેલાઇટ, મોબાઇલ, ચેનલ વગેરે કામ કરી રહી છે. પૃથ્વીની અંદર ગરમ લોખંડનો વહેતો સમુદ્ર છે. તે પૃથ્વીની સપાટીથી લગભગ 3000 કિલોમીટર નીચે છે. તે ચાલતો રહે છે. તેનું પરિભ્રમણ પૃથ્વીની અંદરથી વિદ્યુત પ્રવાહ બનાવે છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રમાં ફેરવાય છે. તાજેતરમાં કેટલાક અધ્યયનો આવ્યા હતા કે પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ તેનું સ્થાન બદલી રહ્યું છે. આ પોલ કેનેડાથી સાઇબિરીયા તરફ જઈ રહ્યો છે. આ ગરમ પીગળેલા લોખંડના પરિભ્રમણને કારણે થાય છે.

પૃથ્વીનો ઉત્તર ધ્રુવ બદલાઈ શકે છે

આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીના ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે. આનાથી તે ક્ષેત્રમાં ચુંબકીય સુરક્ષા સ્તર નબળું પડી ગયું છે. એટલે કે, આ વિસ્તારમાં અવકાશમાંથી આવતા કિરણોત્સર્ગની અસર વધુ હોઈ શકે છે. જર્મન રિસર્ચ સેન્ટરના સંશોધનકર્તા જુર્ગન મત્ઝકાએ જણાવ્યું હતું કે યુરોપિયન સ્પેસ એજન્સીનો સ્વાર્મ સેટેલાઇટ બનાવવામાં આવ્યો હતો. જેથી તે પૃથ્વીની ચુંબકીય શક્તિની ચોક્કસ આકારણી કરી શકે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધીના ક્ષેત્રમાં ચુંબકીય બળ ઝડપથી ઘટતું જાય છે. સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે એ શોધવું પડશે કે પૃથ્વીના કેન્દ્રમાં થઈ રહેલા પરિવર્તનને કારણે કેટલા મોટા ફેરફારો થશે. શું તે પૃથ્વી પર કોઈ મોટી દુર્ઘટના પેદા કરશે. સામાન્ય રીતે પૃથ્વીનું ચુંબકીય બળ 2.50 લાખ વર્ષોમાં બદલાય છે. પરંતુ હજી ઘણા વર્ષો બાકી છે.

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

અગાઉ આ દેશમાં કોરોનાના હજારો કેસ હતા, અત્યારે સંક્રમણ દર શૂન્ય!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!